દેવગઢબારિયામાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

(પ્રતિનિધિ) દે.બારીયા, જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા એનસીસી નોડલ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ૧૩૪ દેવગઢ બારીયા વિધાનસભા વિસ્તારના ક્ષેત્રમાં દેવગઢબારિયા શહેર ખાતે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન માન્ય પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું.
બીઆરસી ભવન દેવગઢ બારીયા થી લઈ એસ.બી.આઇ બેંક, સર્કલ બજાર તથા ટાવર થઈ પ્રાંત કચેરી અને મોડેલ શાળા સુધી લઈ જવામાં આવી હતી. આ રેલીનો હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરે પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તથા લોકશાહીના પાયાને મજબૂત બનાવે તે હતો. દરેક મત ખૂબ જ કીમતી હોય છે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકોએ ફરજિયાત મતદાન કરવું જાેઈએ, મતદાનના દિવસે તમામ યુવા વડીલો ભાઈઓ બહેનો મતદાન મથક સુધી જઈ અને પોતાનો કીમતી અને પવિત્ર મત આપે તેવા સ્લોગન સાથે આ રેલી યોજાઇ હતી.
આ સમગ્ર રેલીનો આયોજન બીઆરસી દેવગઢ બારીયા શ્રી ધર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સૌ શિક્ષક મિત્રોનો તથા બંને સંઘના હોદ્દેદારોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તથા તમામ નાગરિકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી