ચૂંટણીમાં મતદારોએ મત આપ્યા બાદ તુરત જ મતદાન મથક છોડી દેવાનું રહેશેઃ જાહેરનામું પ્રસિધ્ધ
મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં (ત્રિજયામાં) અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
ગુજરાતના રાજય ચૂંટણી આયોગ ધ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ અમદાવાદ જિલ્લામાં નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ જો પુન: મતદાન યોજવાનું થાય તો તેની તા.૧૭/૦૨/૨૦૨૫ તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ હાથ ધરાનાર છે.
સદરહુ ચૂંટણી સંદર્ભે મતદાનના દિવસે મતદારો મુકત અને ન્યાયી રીતે મતદાન કરી શકે તથા મતદાન પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તે જરૂરી હોઈ તેમજે સુલેહશાંતિનો ભંગ થતો અટકાવી શકાય તથા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં (ત્રિજયામાં) અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.
આથી હું બી. આર. સાગર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લાથી અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરની હકમત સિવાયનો મહેસલી વિસ્તાર પૈકી બાવળા, સાણંદ, ધંધુકા નગરપાલિકા, બારેજા નગરપાલિકા વોર્ડ નં. ૩ અને ૫, અમદાવાદ જિલ્લા પંચાયતની મતદાર મંડળની બેઠક કેમ ૧૭-કોઠ, ૦૧-અસલાલી, ધોળકા તાલુકા પંચાયતની મતદાર મંડળની બેઠક ક્રમ ૦૯-કોઠ-૦૧,
સાણંદ તાલુકા પંચાયતના મતદાર મંડળની બેઠક ક્રમ O૫ ફાંગઠી, દસકોઈ તાલુકા પંચાયતની મતદાર મંડળની બેઠક ક્રમ ૨૮-વાંચ અને ૧૧-કાસીન્દ્રાના મતદારે વિભાગમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩થી મને મળેલ સત્તાની રુએ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા. ૧૬/૦૨/૨૦૨૫ના રોજ ૦૦:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક (મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા) સુધી તેમજ પુન:મતદાન કરવાની જરૂર પડે જે તે મતદાન કેન્દ્રો ઉપર તા. ૧૭/૦૨/૨૦૨૫ના રોજ ૦૦:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક (મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા) સુધી નીચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું
(૧) મત માટે પ્રચાર કરવા પર.
(૨) મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર,
(૩) કોઈ મતદારને મત આપવા આગ્રહ પુર્વક વિનંતી કરવા પર,
(૪) કોઈ પણ અમુક ઉમેદવારને મત ન આપવા કોઈ મતદારને સમજાવવા પર,
(૫) કોઈ મતદારને ચુંટણીમાં મત ન આપવા સમજાવવા પર,
(૬) ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, (૭) મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર,
(૮) વાહનો સાથે આવવા પર,
(૯) મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા રાજય ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર,
(૧૦) રાજકીય પક્ષના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવા પર,
(૧૧) એક ઉમેદવારના એકથી વધારે મતદાન એજન્ટોને મતદાન મથક ઉપર હાજર રહેવા પર,
(૧૨) કોઈ પણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા પર,
(૧૩) મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા પર,
વધુમાં નીચે મુજબના કૃત્યો કરવા કરમાવું છું.
(૧) મતદાન મથકમાં પ્રવેશવા માટે શક્ય હોય ત્યાં સુધી સ્ત્રી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવાની રહેશે, અલગ લાઈન ન થઈ શકે તો જ મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે.
(૨) મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારાફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે.
(૩) મતદારોએ મત આપ્યા બાદ તુરત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.
(૪) ૬૫ વર્ષથી વધુ વયના મતદારો, અપંગ મતદારો, નાનું બાળક સાથે હોય તેવા મહિલા મતદારો, સંગર્ભા મતદારોને લાઈનમાં ઉભા ન રાખતાં પ્રથમ અગ્રતા આપી મતદાન કરવા દેવાનું રહેશે.
(૫) પુરૂષ અને સ્ત્રી એમ બે લાઈનમાં પણ એક પુરૂષની સામે બે મહિલાઓને મતદાન દેવાનું રહેશે.
અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) વિસ્તારના બાવળા, સાણંદ, ધંધુકા નગરપાલિકા, બારેજા નગરપાલિકા વોર્ડ નં. ૩ અને ૫, અમદાવાદ જિલ્લા પંચાયતની મતદાર મંડળની બેઠક ક્રમ ૧૭-કોઠ, ૦૧-અસલાલી, ધોળકા તાલુકા પંચાયતની મતદાર મંડળની બેઠક ક્રમ ૦૯-કોઠ-૦૧, સાણંદ તાલુકા પંચાયતના મતદાર મંડળની બેઠક ક્રમ ૦૫-ફાંગડી, દસક્રોઈ તાલુકા પંચાયતની મતદાર મંડળની બેઠક ક્રમ ૨૮-વાંચ અને ૧૧ કાસીન્દ્રાના મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિસ્તારો રહેશે.
આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.
કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ, મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીઓ સહીતના મતદાનની ફરજનો હવાલો કરાવતા અધિકારી/કર્મચારીને ઉપર કમ નં. ૭ તથા ૮ની બાબતો લાગુ પડશે નહી.
આ આદેશનો ભંગ કરી જો કોઈ વ્યકિત પાસે મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ જેવા સાધન મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે.
આ હુકમનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ તથા લાગુ પડતા અન્ય કાયદાઓની જોગવાઈઓ મુજબની સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ની જોગવાઈ મુજબ તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.