આલિયા બેટ ટાપુ પર મતદાન મથક ઉભું કરાતા મતદારોમાં અનેરો આનંદ
ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના ૨૧૨ જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કર્યું છે.
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું.ત્યારે ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકામાં સમાવેશ આલિયાબેટમાં ૨૧૨ જેટલા મતદાતાઓએ પ્રથમ વખત ચૂંટણીમાં ઘર આંગણે મતદાન કર્યું હતું.પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું હતું.
અગાઉ અહીં મતદાતાઓને ૮૨ કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડતું હતું.જેની બસની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવતી હતી. આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાતા તમામ મતદારોમાં ખુશી જાેવા મળતી હતી અનેનુત્સહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.