કર્ણાટકના ઈલેક્શનમાં સેલ્ફી વડે પણ વોટિંગ કરી શકાશે
નવી દિલ્હી, કર્ણાટકઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે એટલે કે ૮મી મે, ૨૦૨૩ના રોજ શાંત થઈ ગયા. હવે ૧૦ મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યુ છે અને ૧૩ માર્ચના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે. Voting can also be done with a selfie in Karnataka elections
જેના કારણે હવે મતદારોને લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, હવે મતદારો હવે સેલ્ફીથી પણ વોટ નાંખી શકશે. જાે તમે વિચારી રહ્યા હોય કે સેલ્ફીથી વોટિંગ કેવી રીતે શક્ય છે તો તેમને જણાવી દઈ છે કે, આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની વાત કરીએ તો. ચૂંટણી પંચ પોલિંગ બૂથ પર મતદારોની લાંબી લાઈનો ખતમ કરવા માટે ફેશિયલ રેકોગ્નિશ સિસ્ટમનો ઉપયોગ કરશે. આ માટે આયોગે Chunavana એપ લોન્ચ કરી છે. જે તમે આ એપ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો.
આ એપલિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે પહેલા તમારી જાણકારી અને ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ડિટેલ વેરિફેક્શન થયા બાદ તમે વોટિંગ કરી શકશો. ચૂંટણી પંચ આ પાયલોટ પ્રોજેક્ટને ટેક્નિકલી બેંગ્લુરુના એક કેન્દ્ર પર જ લાગુ કરશે. રિપોર્ટ મુજબ, ૧૦ મેના રોજ ગર્વમેન્ટ રામાનારાયણ ચેલારામ કોલેજ, પૈલેસ રોડના રૂમ નંબર ૨માં જ ઉપયોગ કરવામાં આવશે. આ જગ્યા કર્ણાટકના ચીફ ઈલેક્ટોરલ ઓફિસરની ઓફસથી ખૂબ નજીક છે.SS1MS