ચૂંટણીના દિવસે સ્કુલો-કોલજાે અને સરકારી કચેરીઓ બંધ રહેશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂૃંટણી બે તબક્કામાં ૧લી અને પાંચમી ડીસીેમ્બરે થનાર છે ત્યારેે જે દિવસે જેે જીલ્લાઓમાં મતદાન હશે એ જીલ્લાઓની સ્કુલો-કોલેજાેથી માંડીને સરકારી કચેરીઓ બંધ રહેશે. સ્કુલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામાં આવે છે.
જેથી વ્યવસ્થાના ભાગરૂપેે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે એ માટે સ્ટેેચ્યુટરી જાેગવાઈ મુજબ રજા આપવામાં આવતી હોય છે. ગુજરાતમાં ૧લી ડીસેમ્બરેે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન છે ત્યારે આ ૮૯ બેઠકો-મત વિસ્તારો છેે ત્યાંના જીલ્લાની તમામ સ્કુલો-કોલેજાે
અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં ૧ લી ડીસેમ્બરે જાહેર રજા રહેશે. ઉપરાંત પાંચમી ડીસેમ્બરે ૯૩ બેઠકો પર મતદાન છે. જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓનો સમાવેશ થાય છે. પાંચમી ડીસેમ્બરે આ જીલ્લાઓની સ્કુલો-કોલેજાે અને શિક્ષણ સંસ્થાઓથી માંડી સરકારી કચેરીઓમાં રજા રહેશે.
શિક્ષકો અધ્યાપકોથી માંડી વહીવટી કર્મચારીઓ સહિતના મોટાભાગના સરકારી કર્મચારીઓ ચૂૃટણી કામગીરીમાં રોકાયેલા છે. ઉપરાંત સ્કુલો-કોલેજાેમાં મતદાન મથકો રાખવામાં આવે છે.