મતદાનથી અળગા રહેલા ખેડાના ખાંડીવાવના ગ્રામજનોને તંત્રએ સમજાવી મતદાન કરાવ્યું
ખેડા જિલ્લાના ખાંડીવાવ ગામના ગ્રામજનોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વહીવટી તંત્રની અપીલ અને અનુરોધને માન આપીને ખાંડીવાવના ગ્રામજનો મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
વડોદરાના પાદરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલના મતદાન મથકમાં ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ મળ્યા હતા, તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ઇવીએમ ચાલુ છે. વેબકાસ્ટિંગના માધ્યમથી ક્રોસ વેરીફીકેશન પણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ડભોઇ-સિનોર ચોકડી ખાતે પણ ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ હતા, ત્યાં પણ હવે ઇવીએમ ચાલુ છે અને કોઈ જ ફરિયાદ નથી.
બનાસકાંઠા જિલ્લામાં મીઠા વિરાણા ગામમાં ઇવીએમ મશીનનો ઇસ્યુ હતો, ત્યાં પણ ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લઈને હવે ઇવીએમ ચાલુ છે અને મતદાનની પ્રક્રિયા સરસ રીતે ચાલી રહી છે.
304-શિકા અને 31-મોડાસા મતવિસ્તારમાં ઇવીએમમાં ટેકનિકલ પ્રોબ્લેમ થયો હતો, જે 10 મિનિટમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. હવે ત્યાં કોઈ ફરિયાદ નથી.
ગાંધીનગર સખી મતદાન મથક- Sector 3 – ગુજરાત વિધાનસભા 20122 ની ચૂંટણીનો આજે જ્યારે બીજા તબક્કાનો મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ વખતે નવીન પહેલ કરવામાં આવી છે, તેમાં અમુક મતદાન મથકો પર સખી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે
આ મતદાન મથકનું સમગ્ર સંચાલન માત્ર બહેના એટલે કે સખી બહેનો દ્વારા આ બુથ ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે તેમને એક ડ્રેસ કોડ પણ આપવામાં આવ્યો છે. તમામ જે સખી બહેનો છે તે પિંક કલરની સાડી પહેરીને આ ડ્રેસ કોડમાં તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.