VS હોસ્પિટલનું ૨૦૧.૦૬ કરોડનું બજેટ મંજૂર: સેવાઓ વધશે
અમદાવાદ: શહેરની વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સૂચવેલા રૂ.૨૦૦.૬૧ કરોડના બજેટમાં વી.એસ. હોસ્પિટલના અધ્યક્ષ એવા મેયર શ્રીમતી બીજલબહેન પટેલે આજે ૨૦૨૦-૨૧ના વર્ષ માટે રૂ.૨૦ કરોડના સુધારાની સાથે સાથે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.૧૫ કરોડ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.૪.૫૫ કરોડ મળી રૂ.૧૯.૫૫ કરોડના ઘટાડા સાથે કુલ રૂ.૨૦૧.૦૬ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સાથે સાથે મેયરે વી.એસ.હોસ્પિટલના નવા સાધનોની ખરીદી અને અન્ય જાગવાઇઓ અંગેની રૂપરેખા પણ આપી હતી.
કુલ બજેટમાં એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ માટે રૂ.૬૭.૬૮ ટકા એટલે કે, રૂ.૧૩૬.૦૭ કરોડ ખર્ચની જાગવાઇ કરાઇ છે, જયારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની દવા, સર્જીકલ માટે માત્ર ૮.૪૦ ટકા એટલે કે, રૂ.૧૬.૮૯ કરોડ રૂપિયાની જાગવાઇ કરાઇ છે. આમ, વીએસ હોસ્પિટલનું બજેટને એકંદરે એસ્ટાબ્લીશમેન્ટ બજેટ તરીકે પ્રાધાન્યતા અપાઇ છે, જયારે ગરીબ દર્દીઓની દવા અને સારવારની વાતને કયાંક ઓછુ મહત્વ અપાયુ હોય તેવું જણાઇ રહ્યું છે.
શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળના ચેરમેન શ્રીમતી બીજલબહેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ નું બજેટ મંજૂર કરાયું હતું. વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા કુલ રૂ.૨૦૦.૬૧ કરોડનું બજેટ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું, જા કે, વી.એસ.ના અધ્યક્ષ એવા મેયરે તેમાં રૂ.૨૦ કરોડનો સુધારો સૂચવ્યો હતો અને સામે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.૧૫ કરોડ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ.૪.૫૫ કરોડ મળી રૂ.૧૯.૫૫ કરોડના ઘટાડા સાથે કુલ રૂ.૨૦૧.૩૬ કરોડનું બજેટ મંજૂર કરાયુ હતુ.
આ અંગે મેયર બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, વી.એસ.હોસ્પિટલના નવા વર્ષે દર્દીઓના આરોગ્ય અને સારવારને ધ્યાનમાં રાખી નવા સાધનો, મશીનો, હોÂસ્પટલના કલરકામ સહિતના કામો અંગે પ્રાધાન્યતા આપવામાં આવી છે.