Western Times News

Gujarati News

વી.એસ. હોસ્પિટલના નવીનિકરણ માટે રૂ.૪૦.પ૦ કરોડની ફાળવણી

શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ તથા શેઠ ચીનાઈ પ્રસુતિ ગૃહ માટે નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬નું રૂ.ર૪૪.૯૦ કરોડનું ડ્રાફટ અંદાજ પત્ર રજુ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ તથા શેઠ ચીનાઈ પ્રસુતિ ગૃહ માટે નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬નું રૂ.ર૪૪.૯૦ કરોડનું ડ્રાફટ અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય ખર્ચ હોસ્પિટલ બિલ્ડિંગ નવીનીકરણનો દર્શાવવામાં આવ્યો છે.

હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટની ગેરહાજરીમાં ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું.

વી.એસ. હોસ્પિટલ માટે નાણાંકિય ર૦રપ-ર૬નું ડ્રાફટ અંદાજ પત્ર ડો. કૌશિક બેગડાએ (આરએમઓ) એ રજુ કરતાં જણાવ્યું હતું કે નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬માં સામાન્ય ખર્ચમાં રૂ.૭.૬૬ કરોડના વધારાની રજુઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત હોસ્પિટલના હેરીટેજ પ્રકારના મકાનના સમારકામ માટે રૂ.રપ કરોડ, શેઠ ચીનાઈ પ્રસુતિ ગૃહના નવિનીકરણ માટે રૂ.૧પ કરોડ, હોસ્પિટલની ન‹સગ સ્કુલ અને હોસ્ટેલ બિલ્ડિંગના રીપેરીંગ તેમજ ડ્રેનેજ પાઈપલાઈન માટે રૂ.પ૦ લાખ મળી કુલ રૂ.૪૦.પ૦ કરોડ અસામાન્ય ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે.

નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬માં સામાન્ય ખર્ચ રૂ.ર૦૪.૪૦ કરોડ અને અસામાન્ય ખર્ચ રૂ.૪૦.પ૦ કરોડ મળી રૂ.ર૪૪.૯૦ કરોડ ખર્ચ થશે. જેની સામે હોસ્પિટલની આવક રૂ.ર.૧૪ કરોડ અંદાજવામાં આવી છે. જયારે રાજય સરકાર તરફથી રૂ.ર કરોડની ગ્રાંટ મળશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે

આ રકમ બાદ કરતા રૂ.ર૪૦.૭૬ કરોડની ગ્રાંટ મ્યુનિ. કોર્પોરેશન પાસેથી મળશે. નાણાંકિય વર્ષ ર૦ર૩-ર૪માં રાજય સરકાર તરફથી પુરેપુરી રૂ.ર કરોડની ગ્રાંટ મળી હતી. જેથી નવા વર્ષમાં પણ રૂ.ર કરોડ ગ્રાંટનો અંદાજ મુકવામાં આવ્યો છે. ચાલુ વર્ષે રૂ.ર કરોડની ગ્રાંટ સામે ડીસેમ્બર ર૦ર૪ સુધી રૂ.૧.૩૮ કરોડની ગ્રાંટ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.