Western Times News

Gujarati News

ગુજરાતે બહુઆયામી વિકાસ કર્યો છે અને તેની અનુભૂતિ દરેક નાગરિકને થઈ રહી છે: મુખ્યમંત્રી

VTV conclave at GAndhinagar

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને VTV કોન્કલેવ યોજાઇ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતે બહુઆયામી વિકાસ કર્યો છે અને તેની અનુભૂતિ દરેક નાગરિકને થઈ રહી છે. ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં બે દાયકાની વિકાસયાત્રા કરીને દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો ત્યારે દેશના ઘણા ગામડાઓમાં વીજળી નહોતી, નાગરિકોને ગેસના બાટલા માટે તકલીફ પડતી, પૂરતા શૌચાલયો નહોતા, ટૂંકમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં માળખાગત સુવિધાઓ પણ મળતી નહોતી. આ બધી જ માળખાગત સુવિધાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 8 વર્ષના સુશાસન દરમિયાન નાગરિકોને પૂરી પાડી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, બે દાયકા પહેલાની સરખામણીએ આજે ગુજરાતે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. ગુજરાતના દરેક ગામમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ થઈ છે, ગામે ગામ પાણી પહોચ્યું છે. અત્યારે સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. નાનામાં નાના અને છેવાડાના માણસનું ધ્યાન રાખીને ગુજરાતે આજે સર્વાંગી વિકાસ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતનો વિકાસ જોવો હોય તો બંધ આંખે પણ દેખાય એવો છે. નાગરિકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત આજે વિકાસનો પર્યાય બની ગયું છે અને દેશનું ગ્રોથ એન્જીન ગણાય છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં દેશમાં અગ્રેસર છે. હવે ઇઝ ઓફ લિવિંગમાં પણ ગુજરાત અગ્રીમ બનવા જઇ રહ્યું છે. ગુજરાતના વિકાસનું મૂળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખેલ સુશાસનનો મજબૂત પાયો છે. તેમણે રાજ્યને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે અને રાજ્યને હોલિસ્ટીક વિકાસની દિશા આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસની આંકડાકીય માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2002માં ધાન્ય પાકોનું ઉત્પાદન 23.48 લાખ મેટ્રિક ટન હતું જે વર્ષ 2022માં 83.25 લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. વર્ષ 2002માં બાગાયતી પાકોનું ઉત્પાદન 62 લાખ મેટ્રિક ટન હતું જે વર્ષ 2022માં 250. 52 લાખ મેટ્રિક ટન થયું છે.

વર્ષ 2002માં 3500 જેટલા જ ચેકડેમો હતા જે અત્યારે વર્ષ 2022માં 1,65,000 જેટલા થયા છે. ચેકડેમોની સંખ્યા વધવાથી પાણીના ટીપે ટીપાનો આજે સદુપયોગ થઈ રહ્યો છે. રાજ્યમાં તબીબોની માંગને પહોંચી વળવા મેડિકલ સીટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2002ના સમયમાં 1375 જેટલી મેડિકલ સીટો હતી જે અત્યારે 5700 જેટલી થઈ છે. આવનારા સમયમાં પણ પાંચ જેટલી નવી મેડિકલ કોલેજો શરૂ થવાથી બેઠકોમાં પણ વધારો થશે.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, વર્ષ 2002માં એમએસએમઇ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી જે આજે વર્ષ 2022માં 8.66 લાખ થઈ છે. સાથો સાથ ઔદ્યોગિક ઉત્પાદન પણ વધ્યું છે.

આમ ગુજરાતનો સર્વાંગી વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિને પરિણામે જ શક્ય બન્યો છે. ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક આહૃવાનને સ્વીકારી કાર્યો આગળ ધપાવ્યા છે. આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ સત્વરે સાકાર થશે તેમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.