VVIP કહેવાતા રસ્તાઓ પર પણ ગોઠણ ડૂબ પાણી હતું!
અનેક વિસ્તારોમાં સોમવારે સવારે પણ આવા જ દ્રશ્યો જવા મળ્યા એક રાતમાં ૧૮ ઇંચ વરસાદ
અમદાવાદ,અમદાવાદમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૮.૫ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોમાં ૧૮ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. વીવીઆઈપી કહેવાતા રસ્તાઓ પર પણ ગોઠણ ડૂબ પાણી હતું! અનેક વિસ્તારોમાં સોમવારે સવારે પણ આવા જ દ્રશ્યો જવા મળ્યા હતા. શહેરની અનેક સોસાયટીઓમાં સોમવારે સવારે પણ જળબંબાકારની સ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.
બીજી તરફ ભારે વરસાદને પગલે કાલ રાત્રે જ અમદાવાદમાં સ્કૂલો અને કૉલેજાે બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે સવારે ઓફિસ માટે નીકળેલા લોકો ખૂબ પરેશાન થયા હતા. કારણ કે અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર પણ પાણી ઓસર્યાં નથી. બીજી તરફ આજે પણ વરસાદની આગાહીની પગલે શહેરીજનો ફફડી ગયા છે. રવિવારે રાત્રે ફરવા માટે બહાર નીકળેલા લોકો ખૂબ પરેશાન થયા હતા. કારણ કે ભારે વરસાદને પગલે તેમના વાહનો રસ્તામાં જ બંધ થયા હતા.
આ કારણ તેઓએ વાહનો રોડ પર જ મૂકીને ઘરે જવાની ફરજ પડી હતી. જેના પગલે રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. રોડ પર નદીઓની જેમ પાણી વહેતા વાહનો બંધ થઈ ગયા હતા. રવિવારે રાત્રે વરસાદ બંધ થવા છતાં સોમવારે સવારે અનેક સોસાયટીઓમાં પાણી જાેવા મળ્યું હતું. અનેક સોસાયટીઓના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા.
અનેક વિસ્તારોમાં ગટરની લાઇનમાંથી પાણી બેક થતાં ડ્રેનેજની લાઇનમાંથી ઘરોમાં પાણી આવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ ૨૨૩.૦૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ ૨૨૩.૦૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં સરેરાશ ૨૧૬ મી.મી. વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ઝોનમાં સરેરાશ ૧૩૫.૮૨ મી.મી. વરસાત ખાબક્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.અમદાવાદીઓએ પ્રથમ વખત જાેયા આવા વરસાદના દ્રશ્યો.SS1