Western Times News

Gujarati News

અટલ બિહારી વાજપેયી પર બનેલા શો  “અટલ”માં યુવા અટલ તરીકે વ્યોમ ઠક્કર

એન્ડટીવી પર આગામી શો અટલમાં યુવા અટલની ભૂમિકા કોણ ભજવશે તે અંગે ઉદ્યોગમાં તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ચેનલે નવો ચહેરો અને યુવા બાળક કલાકાર વ્યોમ ઠક્કરનું નામ  ભૂમિકા માટે જાહેર કર્યું છે. વિવિધ બાળ કલાકારોના 300થી વધુ ઓડિશન લીધા પછી પ્રોડકશન ટીમે યુવા અટલનું પાત્ર ભજવવા માટે વ્યોમને નક્કી કર્યો છે. Vyom Thakkar as young Atal in “Atal”, a show based on Atal Bihari Vajpayee.

અટલ ભારતના સૌથી પ્રતિષ્ઠિત વડા પ્રધાનમાંથી એક સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીનાં રચનાત્મક વર્ષો દર્શાવવા યુવા અટલનો ભાગ હવે વ્યોમ ભજવશે. એન્ડટીવી તેના આગામી શો અટલ થકી વાજપેયીના બાળપણનાં અકથિત પાસાંઓમાં ડોકિયું કરાવશે. યુફોરિયા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત શો ભારતના ભાગ્યને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા આગેવાનનાં રચનાત્મક વર્ષોમાં ડોકિયું કરાવશે. ભારતમાં બ્રિટિશ રાજની પાર્શ્વભૂમાં સ્થાપિત શો અટલ બિહારી વાજપેયીની ખૂબીઓમાં ડોકિયું કરાવશે. શો તેમને આગેવાન તરીકે ઘડનારી ઘટનાઓ, માન્યતાઓ અને પડકારો પર પ્રકાશ પાડશે.

સાત વર્ષની નાની ઉંમરે અટલ વાજપેયી પરિવારમાં પાંચમા સંતાન હતા. તેઓ ત્રણ મોટા ભાઈઓ અને એક પરિણીત બહેન અને બે નાની બહેન સાથે રહેતા હતા. તેઓ અજોડ વિચારક હતા. ઉત્સુકતા અને ઘેરા પ્રશ્નોથી ઘેરાયેલા રહેતા હતા. તેઓ તે સમયના સ્વાતંત્ર્ય સૈનિકો અને આગેવાનોની અધીનતા અને સ્વાતંત્ર્ય સૈનિકોની પસંદગીનો અર્થ જેવા મુદ્દાઓ સતત વિચાર કરતા રહેતા હતા.

અટલની માતા તેમના આ ઉત્સુક મનને પોષવા માટે ઉત્તરો અને માર્ગદર્શન આપતા રહેતા હતા. તેઓ માતા અને સંસ્કૃતિ પ્રત્યે ઘેરો પ્રેમ ધરાવતા હતા. તેઓ તેમનો વારસો અને મુખ્ય મૂલ્યોનું સંવર્ધન કરવાના મહત્ત્વમાં વિશ્વાસ રાખતા હતા. નાની ઉમરે પણ તેઓ માન્યતાઓનું મહત્ત્વ સમજતા હતા અને હકારાત્મક વલણ અને રમૂજના ભાન સાથે અન્યોને પ્રતિસાદ આપતા હતા.

યુવા અટલની ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત વ્યોમ ઠક્કર કહે છે, “હું આપણા સ્વ. વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનાં વહેલાં વર્ષો દર્શાવવા માટે ભારે રોમાંચિત છું. મેં આપણાં ઈતિહાસનાં પુસ્તકોમાં અને મારા વાલીઓ પાસેથી તેમના વિશે સાંભળ્યું છે. જોકે ટેલિવિઝન શોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવવા મળશે એવી ક્યારેય કલ્પના કરી નહોતી. હું ભારે રોમાંચિત છું અને આભારવશ પણ છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.