Western Times News

Gujarati News

વારી એનર્જી લિમિટેડે ચીફ HR ઓફિસર તરીકે અનિરૂદ્ધ ખેકાલેની નિમણૂંક કરી

મુંબઇ22 ઓગસ્ટ2024: 30 જૂન, 2023 મૂજબ 12 GWની એકંદર સ્થાપિત ક્ષમતા સાથે ભારતમાં સૌથી મોટા સોલર પીવી મોડ્યુલના ઉત્પાદક વારી એનર્જી લિમિટેડ (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ)એ તેના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર (સીએચઆરઓ) તરીકે અનિરૂદ્ધ ખેકાલેની નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. અનિરૂદ્ધ ખેકાલેની નિમણૂંકથી કંપનીની વૃદ્ધિ સફરને ટેકો મળશે તથા તેના લોક-કેન્દ્રિત સિદ્ધાંતોને બળ મળવાની સાથે સંસ્થાનમાં ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

અનિરૂદ્ધ ખેકાલે માનવ સંસાધન વ્યવસ્થાપન, વ્યવસાય પરિવર્તન તથા પ્રતિભા અને સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતામાં દાયકાઓનો અનુભવ ધરાવે છે. તેમની કારકિર્દીમાં વિવિધ ક્ષેત્રોમાં માનવ સંસાધન કાર્યોનું નેતૃત્વ કરવું, સંસ્થાકીય પરિવર્તન, લીડરશીપ ડેવલપમેન્ટ અને વ્યૂહાત્મક એચઆર પહેલોને આગળ ધપાવવું સામેલ છે. તેમના અનુભવથી કંપનીને માર્ગદર્શન મળવાની આશા છે કે જે રિન્યૂએબલ એનર્જી  ઇન્ડસ્ટ્રીમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાનું જાળવી રાખે છે.

વારી એનર્જી લિમિટેડ ખાતે સીએચઆરઓ અનિરૂદ્ધ ખેકાલેએ કહ્યુ હતું કે, એક સંસ્થા માટે લોકો અને સંસ્કૃતિના મજબૂત આધારની રચના કરવાની તક ખૂબજ રોમાંચક છે અને તે વારી એનર્જી લિમિટેડ સાથે જોડાવા માટે મને આકર્ષિત કરે છે. સીએચઆરઓ તરીકે હું હ્યુમન રિસોર્સિ અને લીડરશીપ ડેવલપમેન્ટમાં મારા અનુભવનો લાભ લેવા માટે હું સમર્પિત છુંજેથી ઉચ્ચ પ્રદર્શન અને સમર્પિત કાર્યબળની રચના કરી શકાય. મારું લક્ષ્ય અમારી સંસ્થાની ક્ષમતાઓને ઓળખવાનો અને તેનું સંવર્ધન કરવાનો છે તેમજ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માટેના અભિગમોને અમલમાં મૂકવાનો છે.

પોતાની નવી ભૂમિકામાં અનિરુદ્ધ ખેકાલે કંપનીની હ્યુમન રિસોર્સની વ્યૂહરચનાઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ટેલેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ અને કર્મચારી જોડાણ પહેલનું નેતૃત્વ કરશે. તેમની નિમણૂક સંસ્થાકીય ધ્યેયો સાથે કર્મચારીઓની ક્ષમતાઓને સંરેખિત કરવામાં, નવીનતા અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે તેવી અપેક્ષા છે. કંપની અનિરુદ્ધ ખેકાલેનું સ્વાગત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.