વારી એનર્જીસને ચોથી ગ્લોબલ RE-INVEST દરમિયાન સન્માનપત્ર મળ્યું
અમદાવાદ, સોલર પીવી મોડ્યુલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક અને 30 જૂન, 2023ના રોજ 12 ગિગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતી (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) વારી એનર્જીસ લિમિટેડને 16થી 18 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાંધીનગરમાં યોજાયેલ ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો (RE-INVEST) દરમિયાન સન્માનપત્ર મળ્યું છે.
આ સન્માન અંગે પ્રતિક્રિયા આપતા વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિતેશ ચીમનલાલ દોશીએ જણાવ્યું હતું કે “શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે અને હું આ સન્માનનો શ્રેય અમારા સમગ્ર વારી ગ્રુપના કર્મચારીઓના સામૂહિક પ્રયાસોને આપું છું. આ સિદ્ધિ દેશમાં પુનઃવપરાશી ઊર્જાના હેતુ માટે સતત પ્રદાન આપવાના અને વૈશ્વિક ટકાઉ ક્ષેત્રે એક અગ્રણી દેશ તરીકે ઊભરી આવવા માટે આપણા દેશના પ્રયાસોને વેગવંતા બનાવવાના અમારા નિર્ધારમાં ઉમેરો કરે છે.”
Waaree Energies Limited received felicitation during the ongoing 4th Global Renewable Energy Investors Meet & Expo (RE-INVEST), being held in Gandhinagar