વારી એનર્જીએ 280 મેગાવોટ સોલાર મોડ્યુલ સપ્લાય કરવા મહિન્દ્રા સસ્ટેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
મુંબઈ, ભારતની ટોચની સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડ (Waaree Energies)એ આજે રિન્યુએબલ ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર (“IPP”) મહિન્દ્રા સસ્ટેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની જાહેરાત કરી છે. વારી એનર્જીસ 30 જૂન-23 સુધી 12 ગીગાવોટની સૌથી મોટી એકંદર સ્થાપિત ક્ષમતા ધરાવે છે. જ્યારે મહિન્દ્રા સસ્ટેન 280 મેગાવોટ સોલર મોડ્યુલની જોગવાઈ ધરાવે છે. Waaree Energies Limited signs contract with Mahindra Susten to supply 280 MW solar modules.
આ કરાર અંતર્ગત વારી એનર્જીસ લિમિટેડ AHNAY સિરીઝના 280 MW, Bi-55 545Wp મોડ્યુલ સપ્લાય કરશે. નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન મોડ્યુલની ડિલિવરી કરવામાં આવશે.
મહિન્દ્રા સસ્ટેન દ્વારા પસંદગીના મોડ્યુલ્સ 30 વર્ષની આઉટપુટ પર્ફોર્મન્સ વોરંટી સાથે બાયફેસિયલ ગ્લાસ ટુ ગ્લાસ છે. વારી એનર્જીસ લિમિટેડ 30 જૂન, 2023 સુધી 12 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ટોચની સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદક છે. (સ્રોતઃ CRISIL Report).
NABL દ્વારા માન્ય લેબોરેટરી અને કંપનીની ક્ષમતાને ધ્યાનમાં લેતાં તે નિશ્ચિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી કરવાની ખાતરી આપે છે. કંપનીએ તેના હરિફોની તુલનાએ આ પ્રોજેક્ટ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વારી એનર્જીસ લિમિટેડની બાયફેસિયલ ગ્લાસ-ટુ-ગ્લાસ મોડ્યુલ્સની અસરકારકતા અને ટકાઉપણામાં સુધારો કરવામાં આવ્યો હતો. કરાર અંગે વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિતેશ દોશીએ (Hitesh Doshi) જણાવ્યું હતું કે, “મહિન્દ્રા સસ્ટેન સાથેની આ ભાગીદારી બદલ વારી એનર્જીસ લિમિટેડ ઉત્સુક છે. ભારતની ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનમાં આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાનું પગલું છે, કારણ કે અમે આ સફર અમારી AHNAY સિરીઝના 280 મેગાવોટ, Bi-55 545Wp સોલર મોડ્યુલ્સની ડિલિવરી શરૂ કરી છે. અમારું મિશન વ્યૂહાત્મક સહયોગ અને ભાગીદારી દ્વારા ટકાઉ એનર્જી સોલ્યુશન્સને વ્યાપકપણે અપનાવવાના પ્રોત્સાહન આપે છે.”
મહિન્દ્રા સસ્ટેનના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીપક ઠાકુરે (Deepak Thakur) જણાવ્યું હતું કે, “અમે સોલાર મોડ્યુલ્સના સપ્લાય માટે વારી એનર્જીસ લિ. સાથે અમારી ભાગીદારી જાહેર કરતાં ખુશ છીએ. તેમની ‘મેડ-ઈન-ઈન્ડિયા’ પ્રોડક્ટ્સ અમારા પ્રોજેક્ટ્સમાં ‘આત્મનિર્ભર ભારત’ને સમર્થન આપવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. રાષ્ટ્રને ક્લિન, ટકાઉ ઉર્જાથી શક્તિ આપવાના અનુસંધાનમાં, અમે વિવિધ IPP રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનો નોંધપાત્ર વિકાસ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે અમારો પોર્ટફોલિયો વિસ્તરિત કરતાં રાષ્ટ્રના એનર્જી ટ્રાન્ઝિશન સાથે ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપતી તકો માટે ઉત્સુક છીએ.”
2010માં સ્થાપિત મહિન્દ્રા સસ્ટેન ભારતની રિન્યુએબલ પાવર સોલ્યુશન્સ સેક્ટરમાં પહેલી-વહેલી ઉભરી આવેલી કંપની છે. મહિન્દ્રા ગ્રુપની ક્લિન-ટેક કંપની રિન્યુએબલ એસેટ્સના 1.5 GWp સ્થાપિત કરનારી IPP (ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર) છે. ભારત અને વિશ્વમાં ઈપીસી તરીકે તેણે 4.2 GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. મહિન્દ્રા સસ્ટેન હાલ IPP તરીકે 1.4 GWp પ્રોજેક્ટ્સ પર કામગીરી કરી રહી છે.