Western Times News

Gujarati News

ધરોઈથી આવતી પાણીની પાઈપલાઈનમાં થતી મરામતને કારણે વડાલીનું પાણી 10 દિવસથી બંધ

File

વડાલીમાં છેલ્લા ૧૦ દિવસથી ‘પાણી, પાણીના પોકારો’ કરતા નગરજનો

વડાલી, વડાલી નગરપાલિકા દ્વારા પાણી બાબતે છેલ્લા પાંચ વર્ષથી ધરોઈથી રૂપિયા એક કરોડના ખર્ચે પાઈપલાઈન નાંખી પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે છતાં પાણી પુરવઠા ખાતાની બેદરકારીના કારણે નગરજનોને સમયસર પાણી નગરમાં મળી શકતું નથી. તાજેતરમાં જ ગત તા.૮,૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ ધરોઈથી આવતા પાણીની પાઈપલાઈનમાં મરામત કામગીરીને લઈ ધરોઈ ડેમમાંથી આવતું પાણી બંધ કરવામાં આવ્યું હતું.

જેને લઈ ત્રણ દિવસના પાણીના કાપ બાદ વડાલી નગરમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. દસ દિવસ થવા આવ્યા છતાં પાણીની વિતરણ વ્યવસ્થાનું શીડયુલ રેગ્યુલર થયું નથી. નગરના અમુક વિસ્તારોમાં ચાર દિવસ, અમુક વિસ્તારમાં દસ દિવસથી પાણી આવ્યું નથી. જેને લઈ નગરજનો છેલ્લા દસ દિવસથી પાણી પાણીના પોકારો પાડી રહ્યા છે.

અગાઉથી પાણી કાપની જાણ હોવા છતાં નગરપાલિકાના વહીવટદારો દ્વારા નગરમાં પાણીની વિતરણ વ્યવસ્થા માટે કોઈ જાતની વૈકÂલ્પક વ્યવસ્થાનું આગોતરુ આયોજન કરવામાં આવતું નથી. જેના કારણે નગરમાં પાણી પાણીના પોકારો જોવા મળી રહ્યા છે. નગરજનોમાં એક જ સૂર જોવા મળે છે કે નગરપાલિકાને વેરા લેવામાં જ રસ છે પરંતુ પાણીની વિકટ સમસ્યા સર્જાય ત્યારે પાલિકા કોઈ જ નકકર વૈકÂલ્પક વ્યવસ્થા હાથ ધરતી નથી.

અત્યારે હાલ લગ્નની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નગરમાં પાણી પાણીના પોકારોથી નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. છાસવારે ધરોઈથી પાણી કાપ, મોટર બળી ગઈ છે, લાઈટ બંધ હતી જેવા કારણો ધરી પાલિકાના સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પાણી અંગે યોગ્ય વિતરણ વ્યવસ્થા અંગે કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

જેના કારણે વડાલી નગરજનો પાણી પાણીના પોકારો પાડી રહ્યા છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યારે આગળ ઉનાળાના સમય દરમિયાન વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે વડાલી ચીફ ઓફિસર અને સત્તાધીશો પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ વિકટ પરિસ્થિતિમાં નગરજનોને પાણી પુરવઠો રેગ્યુલર મળી રહે તે બાબતે યોગ્ય નકકર આયોજન હાથ ધરે તેવું નગરજનો માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.