Western Times News

Gujarati News

ચા બગીચાના મહિલા કામદારો માટે વાઘ બકરી ટી લાઉન્જની અનોખી પહેલ: 12 લાખનું યોગદાન

અમદાવાદ, ચા ઉદ્યોગમાં ૧૩૩ વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે ઉત્તર-પૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ ‘કપ ઓફ ગુડનેસ’ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી, જે મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

આ પહેલ હેઠળ, વાઘ બકરી ટી લાઉન્જના કુલ બિલનો ૫% ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે. આ ઝુંબેશ આગામી ૧૩ મહિના સુધી ચાલશે.

આ પહેલા, વાઘ બકરી ટી ગ્રુપે આ પહેલ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેનાથી આસામના ચા બગીચાઓમાંથી લગભગ ૭૦૦ ટી પ્લકર્સને ફાયદો થયો હતો. વાઘ બકરી ટી ગ્રુપે આ પહેલ દ્વારા એકત્ર કરાયેલ ૧૨ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું જેનાથી આસામના ટી પ્લકર્સને ફાયદો થયો હતો.

આ પહેલ અંગે વાત કરતા, વાઘ બકરી ટી ગ્રુપના ડિરેક્ટર શ્રીમતી વિદિશા પરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ખાતે, અમે ફક્ત એક કપ ચાથી આગળ સકારાત્મક પરિવર્તન લાવવામાં માનીએ છીએ. આ પહેલ દ્વારા, અમે આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધીને અમારા ઉદ્યોગનો પાયો એવા ટી પ્લકર્સના જીવનમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.

પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી અમને જે સકારાત્મક અસર થઇ છે તેનાથી અમારો વિચાર વધારે મજબૂત બન્યો છે. અમે અમારા ગ્રાહકોના આ પહેલને સમર્થન આપવા બદલ આભારી છીએ અને ફરી એકવાર કહેવા માંગીએ છીએ કે વાઘ બકરી ટી લાઉન્જમાં તેઓ જે ચા પીવે છે તે કપ ઓફ ગુડનેસ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.