Western Times News

Gujarati News

વક્ફ બોર્ડ હેઠળ ગુજરાતના ૫ તળાવઃ જેમાં 3 અમદાવાદના

પ્રતિકાત્મક

ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ…સંપત્તિ-વક્ફ બોર્ડ પર લગામ કસવા માટે સંશોધન બિલ પસાર કરી શકે છે મોદી સરકાર

ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ જોઈએ તો ૩૯,૯૪૦ છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં ૧૫૪૨૫ સંપત્તિ, ત્યારબાદ સુરતમાં ૮૪૫૩, પછી ભરુચ ૪૧૬૩ મિલકત ધરાવે છે.

(એજન્સી)અમદાવાદ, કેન્દ્ર સરકાર હવે વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. પ્રસ્તાવિત સંશોધનો હેઠળ વક્ફ બોર્ડના દાવાઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરાવવામાં આવશે.

આ સાથે જ વક્ફની વિવાદિત સંપત્તિઓની પણ ખરાઈ કરાવવાની જરૂરી રહેશે. સંશોધન દ્વારા કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની અમાપ તાકાતને ખતમ કરવા માંગે છે. કોઈ પણ સંપત્તિને પોતાની સંપત્તિ કહેવાના તેના ‘અનિયંત્રિત’ અધિકારમાં કાતર ફરી શકે છે. હાલના અધિનિયમમાં ૪૦ સંશોધનનો પ્રસ્તાવ છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે આ વક્ફ બોર્ડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે અને આ સાથે જ ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે?

જમીન મામલે વક્ફ બોર્ડ સેના અને રેલવે બાદ ત્રીજી સૌથી મોટી સંસ્થા છે. શરૂઆતમાં મૂળ રીતે સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડ પાસે લગભગ ૫૨ હજાર સંપત્તિઓ હતી. ગત વર્ષ ફેબ્રુઆરીમાં અલ્પસંખ્યક મંત્રાલયે લોકસભામાં વક્ફ બોર્ડની સંપત્તિઓની જાણકારી આપી હતી

અને જણાવ્યું હતું કે મુસ્લિમોની આ સંસ્થા પાસે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ ૮,૬૫,૬૪૬ અચલ સંપત્તિ હતી. રિપોર્ટ મુજબ ૧૩ વર્ષમાં જ વક્ફ બોર્ડની સંપત્તિ બમણી થઈ ગઈ. ભારતમાં વક્ફ બોર્ડ પાસે ૨૦૦૯ સુધીમાં ચાર લાખ એકર જમીન પર ૩ લાખ રજિસ્ટર્ડ સંપત્તિઓ હતી અને આજની તારીખમાં આઠ લાખ એકરથી વધુ જમીન પર ૮,૭૨,૨૯૨ સંપત્તિઓ છે.

એક પ્રશ્ન એ પણ થાય કે આખરે ગુજરાતમાં વક્ફ બોર્ડની કેટલી સંપત્તિ છે? ત્યારે તમને જણાવી દઈએ કે જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ ગુજરાતમાં તેની સંપત્તિની સંખ્યા ૪૫ હજાર કરતા વધારે છે. જેમાં સ્થાવર સંપત્તિ જ ૩૯,૦૦૦ કરતા વધુ છે. જ્યારે બાકી જંગમ છે.

આ મિલકતની જો કિંમત આંકીએ તો કરોડોમાં જાય. વક્ફ બોર્ડની આ સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે.

ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ જોઈએ તો ૩૯,૯૪૦ છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં ૧૫૪૨૫ સંપત્તિ, ત્યારબાદ સુરતમાં ૮૪૫૩, પછી ભરુચ ૪૧૬૩ મિલકત ધરાવે છે. જમીનની વાત કરીએ તો સૌથી વધુ ખેતી લાયક જમીન ૯૧૮ વક્ફ બોર્ડ ભરૂચ જિલ્લામાં ધરાવે છે. ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે કુલ જે સંપત્તિ છે તેનું વર્ગીકરણ જોઈએ તો ૧૨,૩૯૫ ઘર, ખેતીલાયક જમીન ૩,૨૬૪, બિÂલ્ડંગ ૬૫૩, દરગાહ કે મકબરા ૧,૭૩૪,

ધાર્મિક શિક્ષણ પૂરું પાડતા દારૂલ ઉલુમ ૧૯, ઈદગાહ ૧૬૮, કબ્રસ્તાન, ૯૮૩, મદરેસા ૩૯૨, મસ્જિદ ૨,૯૯૯, પ્લોટ ૨,૨૩૫, શાળા ૨૨, દુકાન, ૬,૮૪૧ અને અન્ય મિલકતો જેમ કે તળાવ સહિત કુલ ૩૯,૯૪૦ સંપત્તિ ગુજરાત વક્ફ બોર્ડ પાસે છે. મળતી માહિતી મુજબ વક્ફ બોર્ડ હેઠળ ગુજરાતના ૫ તળાવ છે જેને તેના દ્વારા મેનેજ થાય છે. આ ૫ માંથી ૩ તળાવ અમદાવાદમાં જ્યારે ૨ તળાવ સુરતમાં આવેલા છે.

ગુજરાતભરમાં થઈને બોર્ડ પાસે ૧૨,૩૯૫ રહેઠાણો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં છે અને ત્યારબાદ સુરત, ભરૂચ અને કચ્છમાં છે. જ્યાં ક્રમશઃ ૬૪૫૧, ૩૩૭૩, ૮૫૧, ૪૨૪ રહેઠાણ છે. પ્લોટની વાત કરીએ તો વક્ફ બોર્ડ અધિકૃત રીતે ગુજરાતમાં ૨,૨૩૫ પ્લોટ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.