Western Times News

Gujarati News

30 મતદાન મથકો પર સંદેશાની આપ-લે વોકીટોકીથી કરાશે, જાણો આ છે કારણ

પ્રતિકાત્મક

ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોના સંદેશા વ્યવહારની આપ-લે વોકીટોકી-વાયરલેસ સેટ દ્વારા કરાશે

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે જિલ્લાના કનેક્ટીવીટી વિનાના ગામોના ૩૦ જેટલા મતદાન મથકો શેડો એરિયાના ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામો ખાતે યોજાનાર મતદાન મથક દ્વારા ચૂંટણીલક્ષી મતદાન પ્રક્રિયાની નિયત સમયાંતરે જરૂરી

આંકડાકીય વિગતો અને અન્ય સંદેશાઓની આપ-લે જિલ્લા ચૂંટણીતંત્રને થઇ શકે તે માટે જિલ્લામાં વન વિભાગના સહયોગથી વોકીટોકી વાયરલેસ સેટના માધ્યમથી સુચારુ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના શેડો એરિયાના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના-૧૭ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના-૧૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી શૈલેષભાઇ ગોકલાણી, સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી મિતેષ પટેલની ઉપસ્થિતિમાં વડીયા પેલેસ સ્થિત વન વિભાગની કચેરી ખાતે વન વિભાગના મદદનીશ વન સંરક્ષકશ્રીઓ,

વન રક્ષક, વનપાલ અને વાયરલેસ ઓપરેટર સહિતના વન વિભાગના અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણી અધિકારીશ્રી શૈલેષ ગોકલાણીએ મતદાનના આગલા દિવસે એટલે કે તા.૩૦/૧૧/૨૦૨૨ ના બપોરથી તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ સુધી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય

ત્યાં સુધી જિલ્લાના ઉક્ત શેડો એરિયાના મતદાન મથકો ખાતે સંદેશા વ્યવહારની આપ-લે માટે તૈનાત કરાનારા કર્મચારીઓએ બજાવવાની થતી ફરજાે અંગે માર્ગદર્શન પુરું પાડ્યુ હતું. વન વિભાગ સાથે ચૂંટણીતંત્રના અન્ય કર્મચારીઓને પણ આ કામગીરીમાં સહયોગી બનાવાયાં છે.

મતદાનના દિવસે સવારના ૦૬=૦૦ વાગ્યાથી સાંજે મતદાનની કામગીરી સંપન્ન થાય ત્યાં સુધી સંબંધિત મતદાન મથકના પ્રિસાઇડીંગ અધિકારીશ્રીની સૂચના મુજબ જિલ્લા ચૂંટણીતંત્રના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરી ખાતે નિયત સમયાંતરે અને જરૂરીયાત મુજબ જે તે સંદેશાઓ પહોંચાડવામાં પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ચર્ચા દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રી મિતેષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના શેડો એરિયામાં સંદેશા વ્યવહારની આપ-લે માટે નર્મદા અને કેવડીયા નોર્મલ વન વિભાગના ૩૭ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને આ વિશેષ સેવાઓ પર તૈનાત કરાશે,

જેમાં રાજપીપલા, કેવડીયા, દેડીયાપાડા, દેવમોગરા અને સાગબારા ખાતેના મુખ્ય વાયરલેસ સ્ટેશન અને આમલેથા તથા ખુટાઆંબાના ૨ (બે) પેટા વાયરલેસ સ્ટેશન ખાતે ૭ ઓપરેટર્સ સતત કાર્યરત રહી તેમની ફરજાે બજાવશે. તેની સાથોસાથ પ્રત્યેક મતદાન મથક ખાતે વોકીટોકી સાથે વનરક્ષક અને વનપાલ ફરજ બજાવશે.

દેડીયાપાડા ખાતે સહ-નોડલ તરીકે સુશ્રી રમાબેન વસાવા (મો.નં-૯૬૮૭૭૦૫૮૫૮) અને નાંદોદ ખાતે સહ-નોડલ તરીકે ઇર્હ્લં શ્રી રોહિત વસાવા (મો.નં-૬૩૫૧૮૦૧૧૨૫) તેમના સંબંધિત વિસ્તારમાં જરૂરી સંકલન અને સુપરવિઝન કરાશે, જ્યારે જિલ્લાકક્ષાએ કોમ્યુનિકેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી અને સામાજીક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી મિતેષ પટેલ (મો.નં-૭૫૮૪૯૫૦૪૩૮) દ્વારા આ સમગ્ર કામગીરીનું સતત મોનીટરીંગ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.