વોકિંગ, સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓથી હૃદય સ્વસ્થ રહે છે
કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી સંપૂર્ણ હેલ્થ વીમાયોજના સાથે તમારા હૃદયને સ્વસ્થ અને સુરક્ષિત જાળવો
આ વર્ષે વિશ્વ હૃદય દિવસ પર દરેક હૃદય માટે હૃદયનો ઉપયોગ. પ્રકૃતિ, માનવતા અને સૌથી વધુ મહત્વપૂર્ણ તમારા માટે તમારા હૃદયનો ઉપયોગ કરો. કાર દ્વારા પ્રવાસ કરવાને બદલે વોકિંગ, સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરો,
કસરત, ધ્યાન દ્વારા માનસિક તણાવને નિયંત્રિત કરીને તમારી જાત માટે તમારા હૃદયનો ઉપયોગ કરો તથા પર્યાપ્ત, સારી ઊંઘ લો તેમજ કાર્ડિયો વાસ્ક્યુલર રોગો માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધા વિશ સાથીદારો વચ્ચે જાગૃતિ લાવો…
આ જ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિઝનમાં તમારા માટે અને તમારા પરિવારજનો માટે કેર હેલ્થ ઇન્સ્યોરન્સે એના ‘કેર હાર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન’ના વિકલ્પ પર વિચારવા તમને પ્રેરિત કર્યા છે. કેર હાર્ટ – સંપૂર્ણ હેલ્થ વીમાયોજના હૃદયની બિમારી ધરાવતી વ્યક્તિઓને વીમાકવચ આપે છે
અને હૃદય સંબંધિત બિમારીઓ માટે મહત્તમ સુરક્ષા અને વીમાકવચ પ્રદાન કરે છે. ઉપરાંત આ યોજના કાર્ડિયાક એન્યૂઅલ હેલ્થ ચેક-અપ, પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન તેમજ આયુષ કવરેજ જેવા વિવિધ લાભ ઓફર કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, દુનિયામાં આશરે 32 ટકા મૃત્યુ એક યા બીજી રીતે કાર્ડિયોવાસ્ક્યુલર સ્થિતિ સાથે સંકળાયેલા હોય છે. બેઠાડું જીવનશૈલી, ડાયાબીટિસ, આલ્કોહોલ, ધુમ્રપાનના સેવનમાં વધારો અને હાયપરટેન્શનમાં વધારો થવાથી આ હૃદય સાથે સંબંધિત લાંબા ગાળાની બિમારીઓ ચેતવણી વિના નાની વયે પણ થઈ શકે છે.
એક્સક્લૂઝિવ હાર્ટ વીમાયોજના ધરાવવાની જરૂરિયાત વિશે કેર હેલ્થ ઇન્સ્યોરન્સના ડિરેક્ટર એન્ડ હેડ – રિટેલ અજય શાહે કહ્યું હતું કે, “ચિંતા, તણાવ, અનુચિત આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા સ્વાસ્થ્ય પ્રત્યે જોખમકારક અભિગમો વ્યક્તિના જીવનનો ભાગ બની જવાથી કાર્ડિયોવાસ્ક્યુલર બિમારીઓ વધી રહી છે.
આ સ્થિતિસંજોગોમાં વ્યક્તિએ તેના સ્વાસ્થ્યને લઈને અગાઉ કરતાં અત્યારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. નિયમિત ચકાસણી દ્વારા કાર્ડિયોવાસ્ક્યુલર રોગોના વહેલાસર નિદાનથી તેને વહેલાસર સારી રીતે નિયંત્રણમાં લેવામાં મદદ મળી શકે છે તથા સંપૂર્ણ હેલ્થ વીમાયોજના તેમનાં સ્વાસ્થ્યને સુરક્ષિત કરી શકે છે તથા ભવિષ્યમાં શક્ય તબીબી કટોકટી સામે ધિરાણ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.”
સારું આરોગ્ય જાળવવા લોકોને વધુ પ્રેરિત કરવા કેર હેલ્થ ઇન્સ્યોરન્સે એના ગ્રાહકો માટે વિવિધ ચોક્કસ ‘હેલ્થ મેનેજમેન્ટ પ્રોગ્રામ’ પણ પ્રસ્તુત કર્યા છે. આ વિવિધ પ્રોગ્રામ તમારા આરોગ્યને જાળવવા તમને પ્રેરિત કરવાની સાથે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે રિવોર્ડ પણ આપશે. રોગનિવારક હેલ્થ ચેક-અપ્સની સુવિધા મેળવીને, ખાસ કરીને યોગા અને અન્ય વેઇટ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને દરરોજ સ્ટેપ કાઉન્ટ કરીને ગ્રાહકો રિન્યૂઅલ પ્રોગ્રામમાં 10 ટકા સુધી ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.