ઈટાવામાં વરસાદના કારણે દિવાલ ધરાશાયી, ચાર માસૂમ ભાઈ-બહેનના મોત
ઈટાવા, ઉત્તરપ્રદેશના ઇટાવામાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં ચાર ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાટલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બાળકોના માતા-પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. દાદી બધા બાળકોની સંભાળ રાખતા હતા.
ઘટનાની જાણ થતા જિલ્લા અધિકારી અવનીશ રાય અને પોલીસ અધિક્ષક જયપ્રકાશ સિંહ વહીવટી અધિકારીઓ સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચી ઘાયલ દાદી અને માસૂમ બાળકની ખબર પૂછી. ઇટાવા જિલ્લા અધિકારી અવનીશ રાયે જણાવ્યું હતું કે, ઇટાવામાં સતત ભારે વરસાદને કારણે પોલીસ સ્ટેશન સિવિલ લાઇન વિસ્તારના ચંદ્રપુરા ગામમાં ચાર ભાઈ-બહેન દિવાલના કાટમાળ નીચે દટાયા હતા.
ઘટનાની માહિતી લગભગ ૩ઃ૩૦ વાગ્યે મળી હતી. અવિરત વરસાદને કારણે જિલ્લામાં તમામ લોકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.HS1Ms