દિલ્હીના અલીપુરમાં દિવાલ ધરાશાયીઃ ૫ મજૂરનાં મોત

ઘટનામાં અન્ય નવ ઘાયલ, દિવાલ ૨૫ ફુટથી પણ ઊંચી હતી, ઘટના બાદ ૧૫ લોકોને કાટમાળ નીચેથી કઢાયા
નવી દિલ્હી, દિલ્હીના અલીપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે ૫ મજૂરોના મોત થયા છે. અન્ય ૯ લોકો ઘાયલ થયા છે, તેમજ આ કાટમાળની નીચે ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં ૫ મજૂરોના મોત થયા છે. જાે કે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી જાણકારી પ્રમાણે, આ દિવાલ ૨૫ ફુટથી પણ ઊચી હતી.
આ ઘટના બાદ ૧૫ લોકોને મલબા નીચેથી નીકાળવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટના બાદ ગોડાઉનનો માલિક ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ જ છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના બાદ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, આ ઘટના દુખદ છે, જીલ્લા પ્રશાસન રાહત બચાવ કાર્યમાં લાગેલ છે. મારુ ધ્યાન પણ રાહત કાર્યના કામ પર છે, આ સાથે જ તેમણે લખ્યુ દિવગંત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરુ છુ.