Western Times News

Gujarati News

ચાલુ સ્કુલમાં દિવાલ તૂટીઃ સ્લેબ સાથે બાળકો પણ નીચે પડ્યા (જૂઓ વિડીયો)

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલની મોટી દુર્ઘટના સર્જાય છે. શાળાના છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી અને અફરા-તફરી મચી ગઈ હતી.

આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ સ્કૂલ પર પહોચ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. Wall collapses in ongoing school: children also fall down with slabs (watch video)

બનાવની વિગતો જોઈએ તો, શહેરના વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલમાં આ ઘટના બની છે. વિધાર્થીઓ અહીં નીચે પાર્ક કરેલી સાયકલ લેવા આવ્યા હતા ત્યારે રીસેસ દરમિયાન 12.20 આજુબાજુ આ ઘટના બની હતી. અચાનક જ પહેલા માળે વર્ગ-8નો ભાગ ધરાશાયી થયો હતો અને વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાઇ થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ સ્કૂલ પર વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટિમ તબીબો અને પોલીસ પણ સ્કૂલ પર પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. જણાવી દઈએ કે, શાળાની દીવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગની રીમે દાવો કર્યો છે.

આ ઘટના અંગે વાલીઓનું કહેવું છે કે, શાળા તરફથી અમને આ મામલે કોઈ પણ જાણ કરી જ ન હતી. અમને ખબર પડતા અમે જાતે જ અહીં આવી ગયા હતા. મારો દીકરો જેવી છત પડી હતી ત્યારે સ્લેબ સાથે નીચે પડ્યો હતો અને તેને ઇજા પહોંચી છે. કાયદેસર જે પણ પગલાં લેવાય તે શાળા સામે લેવાવા જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ.

મહત્વનું છે કે, આ ઘટના બાબતે પાડોશીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે,આ 14 કે 15 વર્ષ જેટલી આ સ્કૂલ જૂની છે. અહીં બે પાળી ચાલે છે. શાળામાંથી અગાઉ પણ છતના પોપડા પડ્યા હતા. જે અંગે પાડોશીએ તે લોકોને શાળા સંચાલકોને જાણ પણ કરી હતી. પરંતુ તેમની વાત ધ્યાનમાં લેવામાં ન આવતા આજે આ પરિસ્થતિ સર્જાય હતી. આ મામલે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.