ગુજરાત સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લેતી વાલ્લા પ્રાથમિક શાળા
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નોથી અને ખેડા જિલ્લા ડૉ.કલામ લોક વિજ્ઞાાન કેન્દ્ર તથા સાયન્સ સીટી અમદાવાદની ખાસ મંજૂરીથી વાલ્લા શાળાના ૫૫ વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લીધી.
જેમાં વિવિધ વૈજ્ઞાનિક અને તેમની શોધો,થ્રીડી રંગોલી,વિશાળ એક્વેરિયમ, રોબોટિક ગેલેરી,થ્રીડી સિનેમા,ગ્લોબ હાઉસ ,નેચર પાર્ક અને લાઈટ એન્ડ સાઉન્ડ શોના જીવંત અનુભવ દ્વારા વિજ્ઞાન વિષયનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું.જાતે કશુંક કરતાં કરતાં જિજ્ઞાસા સંતોષી હતી.વિજ્ઞાનના કઠિનબિંદુઓ સરળ રીતે સમજ્યા હતા.