ઝઘડીયામાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે રાજપારડી પોલીસ સ્ટેશનમાં નંધાયેલ જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.
ભરૂચ જીલ્લાના વિસ્તારમાં નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો જમ્પના ફરારી આરોપીઓની માહિતી એકત્ર કરીને તેમને ઝડપી લેવ?ા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ જેના અનુસંધાને પીએસઆઈ વી.એ.રાણા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચ દ્વારા ટીમ સાથે મળીને આવા કરારી કેદી તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન હ્યુમન ઈન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ જુગારધારા અંતર્ગતના ગુના હેઠળ નાસતો – ફરતો આરોપી શૈલેષ પુનીયા વસાવા રહે.લીમોદ્રા સુકવણા ફળીયા તા.ઝગડિયા જી.ભરૂચના હાલ ઝઘડિયા લાડવાવડ ખાતે હાજર છે.
મળેલ બાતમીના આધારે પેરોલ ફ્લોની ટીમે તપાસ કરતા સદર બાતમીવાળો ઈસમ મળી આવતા તેને આજરોજ તા.૨૧ મીના રોજ હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.