વોન્ટેડ આંતકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખ ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે ક્રાઈમબ્રાંચ અને એટીએસનું સફળ ઓપરેશન : ૧૬ વર્ષથી નાસતો ફરતો યુસુફ શેખ જેહાદી ષડયંત્રમાં સક્રિય રીતે સંડોવાયેલો હતો દુબઈથી પરત ફરી રહયો હોવાની વિગતો મળતા જ સમગ્ર ઓપરેશન સફળતા પૂર્વક પાર પડાયું |
Gujarat Home Minister Pradipsinh Jadeja in Ahmedabad: I congratulate the Gujarat Anti-Terrorism Squad (ATS). Terrorist Abdul Wahab Sheikh will be thoroughly interrogated on his role. pic.twitter.com/vimtHLJjYz
— ANI (@ANI) September 23, 2019
અને ત્યાં તેની વિસ્તૃત પુછપરછ કરવામાં આવી રહી છે. આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં ગોધરા પાસે સર્જાયેલા ગોધરાકાંડા બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોના કારણે કેટલાક શખ્સો ગુજરાતમાં મોટાપાયે હિંસક ઘટનાઓને અંજામ આપવા માટેનું ષડયંત્ર રચ્યું હતું જેહાદી આ ષડયંત્રમાં ખૂંખાર આંતકવાદીઓ સંડોવાયેલા હતાં આ ષડયંત્રના પગલે ગુજરાતભરની પોલીસ તથા સ્થાનિક ક્રાઈમબ્રાંચ અને ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ બની હતી. આ સમગ્ર ષડયંત્રમાં અનેક ખૂંખાર આંતકવાદીઓએ ભાગ ભજવ્યો હતો એટલું જ નહી પરંતુ ગુજરાતમાંથી કેટલાક યુવકોને લલચાવી ફોસલાવીને પાકિસ્તાનમાં આંતકવાદની તાલીમ આપવામાં આવી હતી.
ગોધરાકાંડા પછીના તોફાનોનો બદલો લેવા માટે રચાયેલા જેહાદી ષડયંત્રમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહયા હતા જેના પગલે ગુજરાતભરમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ ષડયંત્રમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી.
ગોધરાકાંડા (Godhara carnage) બાદના તોફાનોનો બદલો લેવા માટે રચાયેલા જેહાદી ષડયંત્રમાં નાણાંકીય વ્યવસ્થા માટે કેટલાક આંતકવાદી સંગઠનો સાથે જાડાયેલા શખ્સો સક્રિય બન્યા હતા
જેમાં અમદાવાદ ahmedabad શહેરના જુહાપુરા Juhapura વિસ્તારમાં રહેતો યુસુફ અબ્દુલ વહાબ શેખ Yusuf abdul wahab shaikh સક્રિય રીતે આંતકવાદી સંગઠન સાથે જાડાયેલો હોવાનું બહાર આવ્યું હતું જેહાદી ષડયંત્રનો પર્દાફાશ થતાં જ યુસુફ અબ્દુલ વહાબ શેખ ધરપકડથી બચવા માટે નાસી છુટયો હતો અને તે છેલ્લા ૧૬ વર્ષથી દુબઈના જેદામાં રહેતો હતો.
પકડાયેલા આરોપીની પુછપરછમાં યુસુફ અબ્દુલ વહાબ શેખનું નામ ખુલતા જ ગુજરાતની પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓ સતત તેની શોધખોળ કરતી હતી છેલ્લા ૧૬ વર્ષથી જેહાદી ષડયંત્રમાં વોન્ટેડ યુસુફ અબ્દુલ વહાબ શેખ અંગે કેટલીક મહત્વપૂર્ણ વિગતો તપાસનીશ ટીમને મળી હતી જેના આધારે તેની ધરપકડ કરવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ અધિકારીઓ સક્રિય બન્યા હતાં. નાસી છુટેલા યુસુફ અબ્દુલ વહાબ શેખને ઝડપી લેવા માટે ભારતના વિદેશ વિભાગે પણ કમર કસી હતી અને આ માટે સતત તેના સંતાવાના સ્થળો પર નજર રાખવામાં આવતી હતી.
ગુજરાતની તપાસનીશ ટીમોને કેટલીક ચોક્કસ વિગતો મળતા અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને એટીએસના અધિકારીઓ સક્રિય બન્યા હતા જેહાદી ષડયંત્રમાં સંડોવાયેલો યુસુફ શેખ દુબઈના Dubai જેદાથી Jedah અમદાવાદ પરત ફરવાનો છે તેવી ચોકકસ વિગતો પ્રાપ્ત થઈ હતી જેના આધારે એરપોર્ટ (Ahmedabad airport) પર છેલ્લા બે દિવસથી સતત વોચ રાખવામાં આવતી હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દુબઈના સત્તાધીશો દ્વારા પણ આ મુદ્દે સાથ સહકાર મળતો હતો અગાઉ પણ કેટલાક ખૂંખાર આરોપીઓને તેમની મદદથી ઝડપવામાં સફળતા મળી છે અને તે જ રીતે યુસુફ શેખની પણ મહત્વપૂર્ણ વિગતો મળી હતી.
અમદાવાદ પરત ફરી રહેલા આંતકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખ અમદાવાદ પરત ફરી રહયો હોવાની ચોક્કસ વિગતો મળતા જ ગઈકાલ રાતથી જ અમદાવાદ ક્રાઈમબ્રાંચના Crime branch અધિકારીઓ અને એટીએસના અધિકારીઓ ATS એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને દુબઈથી આવતી ફલાઈટોના પ્રવાસીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાંથી યુસુફ શેખ પ્રવાસ કરતો હોવાની વિગતો મળતા જ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ અને એટીએસના અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને તે એરપોર્ટ પર આવતા જ એટીએસના અધિકારીઓ અને ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સંયુકત રીતે એરપોર્ટ પરથી તેને ઝડપી લીધો હતો.