Western Times News

Gujarati News

બાળકના જન્મ બાદ ઘર સંભાળવા માગુ છું: દીપિકા

મુંબઈ, સસુરાલ સિમર કામાં સિમરની ભૂમિકા ભજવી પોપ્યુલર થયેલી દીપિકા કક્કરના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. વાત એમ છે કે, એક્ટ્રેસ હવે ક્યારેય પણ ટીવી સ્ક્રીન પર જાેવા નહીં મળે. તેનો અર્થ એ થયો કે, તેણે એક્ટિંગ છોડવાનો ર્નિણય લીધો છે.

દીપિકા હાલ પ્રેગ્નેન્ટ છે અને ખૂબ જલ્દી પતિ શોએબ ઈબ્રાહિમ સાથે બાળકનું સ્વાગત કરવાની છે, ત્યારે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન પત્ની અને ગૃહિણી બનવા પર કેન્દ્રિત કરવા માગે છે.

દીપિકા અને શોએબે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા અને આ તેમનું પહેલુ સંતાન હશે, ત્યારે તેઓ ખૂબ ઉત્સુક છે અને તેઓ કેવી પ્રકારની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છે તેના વિશે પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેર કરતાં રહે છે. એક્ટ્રેસ હાલ ત્રીજા ટ્રાયમેસ્ટરમાં છે, ત્યારે એક ઈન્ટરવ્યૂમાં તેણે એક્ટિંગ છોડવાના ર્નિણય વિશે જાણકારી આપી હતી. લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં દીપિકા કક્કરે તે કેવી રીતે પ્રેગ્નેન્સીના તબક્કાને એન્જાેય કરી રહી છે અને બાળકનું સ્વાગત કરવા માટે કેટલી ઉત્સાહિત છે તેના વિશે વાત કરી હતી. તેણે ખૂબ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેથી જ તે બાકીનું જીવન મમ્મી તેમજ ગૃહિણી તરીકે જીવવા માગે છે.

તેણે કહ્યું હતું કે ‘હું પ્રેગ્નેન્સીના તબક્કાને માણી રહી છું અને બાળકને હાથમાં લેવા ઉત્સુક છું. ઉત્સાહ એકદમ અલગ જ લેવલ પર છે. મેં ખૂબ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને સળંગ ૧૦થી ૧૫ વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે મારી પ્રેગ્નેન્સી જર્નીની શરૂઆત ત્યારે જ મેં શોએબને કહી દીધું હતું કે, હવે મારે કામ કરવું નથી અને એક્ટિંગ છોડવા માગુ છું.

હું ગૃહિણી અને મમ્મી તરીકે જીવન જીવવા માગુ છું. જણાવી દઈએ કે, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમની મુલાકાત ‘સસુરાલ સિમર કા’ના સેટ પર જ થઈ હતી. બંને પહેલા મિત્રો બન્યા હતા અને બાદમાં પ્રેમમાં પડ્યા હતા. એક્ટ્રેસ ગત વર્ષે જ ગુડન્યૂઝ સંભળાવવાની હતી, પરંતુ આશરે દોઢ મહિનાની પ્રેગ્નેન્સી બાદ તેનું મિસકેરેજ થયું હતું. જે બાદ આ વર્ષના જાન્યુઆરીમાં કપલે કેટલીક તસવીરો શેર કરીને તેઓ મમ્મી-પપ્પા બનવાના હોવાની ખુશખબર સંભળાવી હતી.

જે બાદ તે ટ્રોલ થઈ હતી અને કેટલાકે તેનો બેબી બમ્પ ફેક હોવાનું કહ્યું હતું. એક્ટ્રેસે તે સમયે ટ્રોલર્સને જવાબ આપતાં કહ્યું હતું કે ‘ઘણા કહે છે કે હું ડ્રામેટિક છું. હા તો હું છું નોટંકીબાઝ. હું છું તો એનુ શું? તમે લોકો મારી પ્રેગ્નેન્સીને લઈને જે કોમેન્ટ કરી રહ્યા છો તે ઠીક છે? તમે કેવી કોમેન્ટ કરી રહ્યા છો મારા બેબી બમ્પને લઈને.

તમે એક પ્રેગ્નેન્ટ મહિલાને કહી રહ્યા છો તે ઠીક છે? ઈન્ટરનેટ પર લોકો મને મારા ભૂતકાળને ભૂલવા દેતા નથી. હું નિયમિત કેવી સ્થિતિમાં પસાર થાવ છું તે કોઈને નથી ખબર. લોકોને લાગે છે કે સેલેબ્સના ભૂતકાળ પર કોમેન્ટ કરવી ઠીક છે. જાે શોએબ આજે મારી સાથે ન હોત તો હું મારી જાતને ભૂલી ગઈ હોત’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.