વકફના કાયદા હેઠળ કાર્યવાહી જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે 5 ની ધરપકડ

આરોપીઓએ દુકાનોના ૧૦ હજાર અને મકાનના ૬ હજાર લેખે ભાડુ વસૂલ્યું છે.
સલીમખાન સહિત 5 આરોપીની જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઉચાપત,છેતરપિંડી અને વકફના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વકફ બોર્ડના કાયદાનો દૂરૂપયોગ કરવા મુદ્દે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બાંધકામમાં કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન છે.
આ કેસમાં આરોપી સલીમ સામે હત્યા, રાયોટીંગ, આર્મ્સ એક્ટ હેઠળ કૂલ પાંચ ગુનાઓ નોંધાયા છે. બે ટ્રસ્ટમાં ટ્રસ્ટી નહીં હોવા છતાં ૧૦૦ મકાનો બનાવી દેવાયા છે. તેના ભાડા મેળવી તેનો અંગત કામમાં ઉપયોગ કરાયો હોવાનું પોલીસે જણાવ્યુ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જમાલપુરમાં વકફ બોર્ડના કાયદાનો ગેરફાયદો ઉઠાવવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન છે. ટ્રસ્ટમા ટ્રસ્ટી નહીં હોવા છતાં આરોપીઓએ મસ્જિદની જમીનમાં ૧૦૦ મકાનો બનાવી તેના ભાડા મેળવીને તેનો અંગત કામમાં ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. તે ઉપરાંત ૨૦૦૮થી આ છેતરપિંડી શરૂ થયાનું પોલીસ તપાસમાં જણાયું છે.
આરોપીઓએ દુકાનોના ૧૦ હજાર અને મકાનના ૬ હજાર લેખે ભાડુ વસૂલ્યું છે. આ મકાનો ૮૦ વર્ષ પહેલા ભાડે આપ્યા છે. પોલીસે આ ગેરકાયદે બાંધકામમાં અમદાવાદ મહાનગર પાલિકા અને વકફ બોર્ડના જવાબ લીધા બાદ કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું હતું કે, ખોટી આવકથી મેળવેલી સંપત્તિ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રસ્ટના એકાઉન્ટમાં ૨૦૨૫ સુધીની આવક આરોપીઓએ પોતે વાપરી નાંખી છે. આ જમીન ૧૯૭૦ના કોન્ટ્રાક્ટના ભાગે અમદાવાદ મહાનગર પાલિકાને વાપરવા માટે આપી હતી. એએમસીની સ્કૂલમાં ભૂકંપમાં તિરાડો પડી ગઈ છે અને તિરાડો હોવાથી સ્કૂલ ચાલી શકે નહીં તેવું કહી આરોપીઓએ આ સ્કૂલ તોડીને ૧૦ દુકાનો બનાવી હતી જેમાં સોદાગર બિલ્ડરના નામે એક દુકાન રાખીને ૯ દુકાનો ભાડે આપી હતી. આ જમીનની કિંમત ૧૦૦ કરોડ સુધી થાય છે. આ બાંધકામ અંગે અગાઉ અરજી થઈ હતી.
પોલીસે કહ્યું હતું કે, ગેરકાયદે બાંધકામની તપાસમાં અમદાવાદ મહાનગર પાલિકા અને વકફ બોર્ડનો જવાબ લેવાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સલીમખાન સામે પાંચ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે. હોલીસે આરોપીઓ સામે ઉચાપત, છેતરપિંડી અને વકફના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. આરોપીઓએ ખોટી આવકથી મેળવેલી સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરવાનું પોલીસે કહ્યું હતું