Western Times News

Gujarati News

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ

અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાંઃ સરકાર

(એજન્સી)નવી દિલ્હી, વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસની સુનાવણી બુધવારે શરૂ થઈ. આ મહત્ત્વપૂર્ણ સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની પક્ષ રજૂ કર્યો. સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, વકફ કાયદામાં ફેરફારો અંગે વ્યાપક ચર્ચા અને સલાહ સૂચન કરવામાં આવ્યું છે.

તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી કે અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમણે કહ્યું કે, આ વિષય પર ૯૭ લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા હતા, અને વિવિધ સ્તરે મીટિંગોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

એસજીએ જણાવ્યું હતું કે, ૨૫ વક્ફ બોર્ડ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાકે રુબરુમાં આવીને તેમનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારો સાથે પણ સલાહ-સૂચન કરાયું હતું. તુષાર મહેતાએ કહ્યું કે, સુધારાના દરેક કલમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સૂચનો સ્વીકાર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક નથી સ્વીકારાયા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈએ સવાલ ઉઠાવ્યો હતો કે, તેમની દલીલ એ છે કે આ મામલે સરકાર પોતે પોતાનો દાવો નક્કી કરશે? આ અંગે એસ.જી. મહેતાએ કહ્યું, એ સાચું છે કે સરકાર પોતાના દાવા અંગે પુષ્ટિ નથી કરી શકતી. શરૂઆતના બિલમાં કહેવામાં આવ્યું હતું કે, કલેક્ટર નિર્ણય લેશે.

વાંધો એ હતો કે કલેક્ટર પોતાના કેસમાં ન્યાયાધીશ રહેશે.એટલે જેપીસીએ સૂચન કર્યું કે, કલેક્ટર સિવાય અન્ય કોઈને નિયુક્ત અધિકારી બનાવવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે, મહેસૂલ અધિકારીઓ માત્ર રેકોર્ડ માટે નિર્ણયો લે છે અને ટાઇટલને અંતિમ સ્વરૂપ આપતા નથી.

જીય્ મહેતાએ કહ્યું, સરકાર બધા નાગરિકો માટે જમીનના ટ્રસ્ટી તરીકે રાખે છે. વકફ ઉપયોગ પર આધારિત છે, એટલે કે જમીન કોઈ બીજાની છે, પરંતુ યુઝર લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે. ત્યારે જરુરી છે કે, તે ખાનગી અથવા સરકારી મિલકત હોય. જો કોઈ ઇમારત સરકારી જમીન પર હોય, તો શું સરકાર તપાસ ન કરી શકે કે, આ મિલકત તેમની છે કે નહીં? આ જોગવાઈ કલમ ૩(ઝ્ર) હેઠળ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.