૧૨ કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ લોકસભામાં પસાર

નવી દિલ્હી, વકફ સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં ૨૮૮ મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં ૨૩૨ મત પડ્યા હતા.
ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા હતા. લોકસભામાં આ બિલ પર ૧૨ કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી અને આ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ ૨ વાગ્યા સુધી ચાલુ રહી હતી. હવે આ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોડી રાત્રે ૧.૫૬ વાગ્યે આ જાહેરાત કરી હતી. બિલના સમર્થનમાં ૨૮૮ મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં ૨૩૨ મત પડ્યા હતા. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં રજૂ કરવામાં આવશે.
સૌથી મોટું રાહસે ગણાતા એનડીએનાં સાથી પક્ષોએ આ બિલને ટેકો આપ્યો હતો. આ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે બિલનાં વિરોધમાં જોરદાર હંગામો કર્યાે હતો.
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે લઘુમતીઓ માટે ભારતથી વધુ સુરક્ષિત જગ્યા દુનિયામાં કોઈ નથી અને તેઓ સુરક્ષિત છે કારણ કે બહુમતી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે. બિલની ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન રિજિજુએ જણાવ્યું હતું કે પારસી જેવા નાના લઘુમતી સમુદાયો પણ ભારતમાં સુરક્ષિત છે અને તમામ લઘુમતીઓ અહીં ગર્વથી રહે છે.
વિપક્ષનાં આરોપ બાદ ચર્ચાનાં પ્રત્યુતરમાં કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખે છે. તેમણે વિપક્ષી સભ્યોના આરોપો સામે વાંધો ઉઠાવ્યો હતો કે દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી.
તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે આ બિલથી કોઈને નુકસાન થશે નહીં. આજના દિવસને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આ બિલથી કરોડો મુસ્લિમ મહિલાઓ અને બાળકોને ફાયદો થશે.
વકફ સુધારા બિલની ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીનાં આકરા રૂપમાં જોવા મળ હતા. તેમણે લોકસભામાં કહ્યું કે – “આ બિલમાં વકફ અલ ઔલાદ નિયમ કલમ ૨૫ નું ઉલ્લંઘન છે. આ કાયદો દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું આ બિલનો હેતુ ફક્ત મુસ્લિમોને અપમાનિત અને બદનામ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કાયદાને ફાડી નાખ્યો હતો, તેથી હું આ બિલને ફાડી નાખું છું.”ઉલ્લેખનીય છે કે વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે.
હવે તેને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યસભામાં હંગામો થાય તેવી પૂરી શક્યતા છે. લોકસભામાં આ બિલ પસાર થવા દરમિયાન ૧૨ કલાક લાંબી ચર્ચા થઈ હતી. વિપક્ષે તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.SS1MS