વક્ફ બિલ સંસદમાં બનેલો કાયદો હશે, બધાએ માનવો પડશેઃ અમિત શાહ

વક્ફ બિલ પર ચર્ચા દરમ્યાન શાહે કહ્યું કે, વક્ફને લઈને ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કર્યું. રાજ્યસભામાં તે ગુરુવારે પસાર થશે. આ બિલને લઈને સરકાર અને વિપક્ષની વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. સરકાર તેને પાસ કરાવવા માટે તૈયાર છે, તો વળી વિપક્ષ તેને અસંવૈધાનિક ગણાવી રહ્યા છે.
ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને વિપક્ષ પર ખૂબ પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વક્ફનો મતલબ હોય છે, અલ્લાહના નામ પર સંપત્તિનું દાન. આ ઈસ્લામનું બીજા ખલીફા શ્રીઉમરના સમયમાં અÂસ્તત્વમાં આવ્યું. આ એક પ્રકારનું ચેરિટેબલ અેંડોમેંટ છે. સરકારી સંપત્તિનું દાન ન કરી શકે, તેનું જ કરી શકાય છે, જે આપણું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અજાણતા અથવા રાજકીય કારણોથી વિપક્ષી સાંસદો દ્વારા કેટલીય ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે. વક્ફનો મતલબ છે અલ્લાહના નામ પર ધાર્મિક દાન માટે દાન કરવું. વક્ફ એક પ્રકારનું ધર્માર્થ બંદોબસ્તી છે, જેને પાછું લેવાનો કોઈ ઈરાદો નથી. વક્ફ બોર્ડમાં કોઈ બિન મુસ્લિમ સભ્યને નિયુક્ત કરવાની કોઈ જોગવાઈ નથી. અમે એવું કરવા નથી માગતા.
મુસલમાનોને ધાર્મિક મામલામાં કોઈ હસ્તક્ષેપ નહીં કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહયા છે કે બિલ સંસદમાં પસાર થશે તો પણ તેનો અમલ અમે કરીશું નહીં તેઓને સ્પષ્ટપણે જણાવું છું કે આ સંસદમાં બનેલો કાયદો છે અને તમામે તેનું પાલન કરવાનું રહેશે.
વક્ફ બિલ પર ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વક્ફને લઈને ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે. જ્યારે સ્પષ્ટ છે કે વક્ફમાં કોઈ બિન ઈસ્લામિક સભ્ય નહીં આવે. વક્ફ અનુસાર, એ જ વસ્તુઓનું દાન કરી શકાય, જે આપણું છે. સરકારી સંપત્તિનું દાન ન કરી શકાય. કોઈ અન્યની સંપત્તિનું દાનમાં ન આપી શકાય. દાન એ જ વસ્તુઓનું કરી શકાય, જે આપણી હોય.
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ૧૯૯૫ સુધી વક્ફની કાઉંસિલ અને વક્ફ બોર્ડ હતું જ નહીં, આ જે ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે, આ એક્ટ મુસ્લિમ ભાઈઓના ધાર્મિક ક્રિયાકલાપો અને તેમની દાન કરેલી સંપત્તિને દખલ કરવા માટે છે. આ વોટ બેન્ક ઊભી કરવા માટે થઈ રહ્યું છે. અમિત શાહ ટીએમસીના સાંસદ સૌગત રાય પર ટાર્ગેટ કરતા કહ્યું કે, હું દાદાનું ટેન્શન સમજી રહ્યો છું કે બંગાળના મુસલમાનો પણ સાંભળી રહ્યા છે તો તેમને ટેન્શન થશે તે સ્વાભાવિક છે.
શાહે તે સમયે સૌગત રાય પર ટાર્ગેટ કર્યો જ્યારે તેઓ ગૃહમંત્રીની વચ્ચે બોલવાની કોશિશ કરી રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે વક્ફ બિલ પર કહ્યું કે, અમે એવું નથી લખી રહ્યા કે કોર્ટમાં ન જઈ શકે. વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, તમે તો કરી દીધું હતું કે એક ઓર્ડરને કોઈ કોર્ટમાં ચેલેન્જ કરી શકયા નહીં. આખું સંવિધાન સમાપ્ત કરી દીધું હતું. અમે એવું કોઈ કામ કરવા નથી જઈ રહ્યા.