16 એપ્રિલે નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

(એજન્સી)નવીદિલ્હી , ભારતના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે.
આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ‘કેવિયેટ’ દાખલ કરીને આ મામલે કોઈપણ આદેશ આપતા પહેલા સુનાવણીની વિનંતી કરી હતી. સુનાવણી વિના કોઈ પણ આદેશ પસાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પક્ષકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તેમને સાંભળ્યા વિના કોઈ પણ આદેશ પસાર ન કરવો જોઈએ.
ભારતના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.