Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટ બારમાં જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર જંગ….

છે તો ખજાનચી પદ પર કાંટાળી ટક્કર છે જે ઉમેદવાર મતદારોમાં વિશ્વાસ જગાવી શકશે એ જ જીતશે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે તો ડાબી બાજુની તસવીર જોઈન્ટ સેકેટરી પદ ના ઉમેદવાર શ્રી ભાવિકભાઈ પંડ્‌યા ની છે. શ્રી ભાવિકભાઈ પંડ્‌યા વકીલ મતદારો વચ્ચે સંમતુલા જાળવી પોતાનો દ્રષ્ટિકોણ સમજાવી રહ્યા છે હાઇકોર્ટ બાર ના પ્રશ્નો ઉકેલવામાં પોતાનો આગવો અભિપ્રાય મુકવાની ક્ષમતા ધરાવે છે.

બીજી તસવીર જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર શ્રી વિલવભાઇ ભાટિયાની છે તેઓનો પ્રચાર વેગીલો છે બારના પ્રશ્નોથી જાગૃત અને સુમાહિતગાર ઉમેદવાર છે. તેઓ મત વિભાજનમાં ગાબડું પાડીને પોતાના હૃદયની વાત વકીલ મતદારો સુધી પહોંચાડશે તો ત્રિપાખિયા જંગમાં મેદાન માંરી જશે જોઈન્ટ સેક્રેટરી પદ ના ત્રીજા ઉમેદવાર શ્રી આદિત્યભાઈ ભટ્ટ છે! તેમનો સ્વભાવ સરળ અને વૈચારિક રીતે વિવેકશીલતાવાળો છે!

પરંપરાગત મત બેંકમાં વિભાજન થવાની સંભાવના છે ત્યારે તેમને મત શા માટે? એ મુદ્દો તેમણે મુકવાની જરૂર છે તો ત્રિપાંખિયા જંગમાં સર્જાયેલી સ્પર્ધાનો લાભ મળી શકશે!! ગુજરાત હાઇકોર્ટમાં ખજાનચી પદ મહત્વનું છે બારમા નાણાકીય મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ખજાનચી પદ ઉપર શ્રી કિશોરભાઈ પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે તેઓ બારમાં સ્વચ્છ વહીવટી આપવાની ક્ષમતા ધરાવે છે.

ત્યારે ખજાનચી પદના બીજા ઉમેદવાર શ્રી દર્શનભાઈ દવે ચૂંટણી લડી રહ્યા છે શ્રી દર્શનભાઈ દવે કાર્યદક્ષ અને કર્મશીલ ઉમેદવાર છે અને એકની સામે એક ઉમેદવાર મેદાનમાં છે, ત્યારે મત બેંકની ભૂમિકા, કિંગમેકરોની ભૂમિકા અને તટસ્થ મતદારોનું મતદાન કેવું અને કેટલું થાય છે તેના પર હારજીતનો મદાર છે! કારોબારી પદ માટે કુલ ૧૫ ઉમેદવાર ચૂટવાના છે જેમાં ૩ ઉમેદવારો જુનિયર્સ કારોબારી પદ ઉપર ચૂટવાના છે!

ત્યારે કારોબારી પદ માટે અભૂતપૂર્વ રસાકસી સર્જાય તેવા નિર્દેશો મળી રહ્યા છે . કારોબારી પદ માટે નીચેની હરોળમાં ડાબી બાજુથી કારોબારી પદના ઉમેદવાર ગાયત્રીબેન પી વ્યાસ છે. ડાબી બાજુથી બીજી તસવીર એડવોકેટ નિમિષાબેન પરિખ ની છે ત્રીજી તસવીર હિમાંશીબેન બલોડીની છે ચોથી તસવીર દક્ષેશભાઈ બારોટ ની છે

પાંચમી તસવીર વિજયસિંહભાઈ ઝાલા ની છે છઠ્ઠી તસવીર જુનિયર્સ કારોબારી પદના ઉમેદવાર શ્રી દેવભાઈ એસ કેલ્લાની છે આ ઉપરાંત અને ઉમેદવારો કારોબારી પદ પર ચૂંટણી લડ્‌યા છે. કારોબારી પદ ઉપર તીવ્ર રસાકસી કરી ચૂંટણીમાં આશ્ચર્યજનક ચૂંટણી પરિણામ સર્જે તેવી સંભાવના છે.
(તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

કારોબારી પદ ઉપર ૧૫ બેઠકોમાંથી, ત્રણ બેઠકો જુનિયર કારોબારી સભ્યો માટે અનામત છે! સ્પર્ધા તીવ્ર રહેવાની સંભાવના છે!

ફ્રાંસના સમ્રાટ અને રાજકીય નેતા નેપોલિયન બોનાપાર્ટ કહ્યું છે કે “તમારો શત્રુ ગફલત કરી રહ્યો હોય ત્યારે તેને ખલેલ ના પહોચાડશો”!! ગુજરાત હાઇકોર્ટ બારમાં જોઈન્ટ સેકેટરી પદ ઉપર તથા ખજાનચી પદ ઉપર તેમજ કારોબારી પદ ઉપર ચૂંટણી જીતવા માટે ભારે હોડ લાગી છે! ગોબેલ્સ પ્રચારથી મતદારોને ગુમરાહ કરવા પ્રયત્ન થાય તેવી સંભાવના છે પરંતુ આ બુદ્ધિજીવી, પ્રગતિશીલ, માનવ અધિકારોનું મૂલ્ય સમજતા વકીલ મતદારો છે! ત્યારે મતદારોએ લાંબાગાળાનો વિચાર કરીને ખૂબ જ કુનેહપૂર્વક મતદાન કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે ત્યારે તમારો મત અનેક ઉમેદવારોમાં શ્રેષ્ઠ ઉમેદવાર હોય તેને આપી ન્યાયતંત્રને કથિત રાજકીય અખાડા થી બચાવી અને વકીલાતના વ્યવસાયને પવિત્ર અને ગરિમાયુક્ત બનાવીને વકીલોના પ્રશ્નો ઉકેલાયા એ પણ જરૂરી છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.