Western Times News

Gujarati News

વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે ખાદ્ય ખોરાક 2022માં ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી

ગાંધીનગર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ કંપની (BSE Code: 539132) વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે ખાદ્ય ખોરાક 2022 ખાતે આજે ક્વિકશેફ આરટીઇ પ્રોડક્ટ્સ અને સ્નેક બડી મસાલાની વિશાળ શ્રેણી રજૂ કરી હતી. Wardwizard Food & Beverages Ltd introduces its wide range of QuikShef and Snack Buddy Products at Khadhya Khurak 2022

કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર તરીકે કંપનીએ ગુજરાતની પ્રીમિયર ફૂડ એન્ડ બેવરેજ ઇવેન્ટમાં તેની કુશળતા રજૂ કરી હતી. આ કાર્યક્રમ માટે બુક કરેલ સ્ટોલની જગ્યા ઉપર વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડ રેડી-ટુ-ઇટ ભોજનથી લઇને મસાલાઓની શ્રેણીમાં વિવિધ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે. ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગમાં વર્ષોના અનુભવ સાથે વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડ માર્કેટમાં ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ રજૂ કરવા કટીબદ્ધ છે.

ખાદ્ય ખોરાક ગુજરાતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગ માટે વિશિષ્ટ કાર્યક્રમ છે. આજથી શરૂ થયેલાં ચાર-દિવસીય કાર્યક્રમમાં ઉદ્યોગના ટોચના પ્રોફેશ્નલ્સ, અગ્રણી બ્રાન્ડ્સ તથા જાણીતા શેફ ઉપસ્થિત થશે, જેઓ ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં સૌથી નવીન પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પ્રદર્શિત કરશે.

રાજ્યમાં સૌથી મોટાં ફૂડ અને બેવરેજ ટ્રેડ કાર્યક્રમને વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ ગુજરાતમાં તેની નવી પ્રોડક્ટ્સની શ્રેણી લોંચ કરવા અને માર્કેટિંગ કરવા આદર્શ પ્લેટફોર્મ તરીકે જૂએ છે. વર્કશોપ, કોન્ફરન્સ અને પ્રદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ખાદ્ય ખોરાક ઉદ્યોગમાં એક સ્થાયી પ્રભાવ પેદા કરવા અને મૂલ્યવાન જાણકારી પ્રાપ્ત કરવા માટે આદર્શ માહોલ પ્રદાન કરે છે.

વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર શીતલ ભાલેરાવે કંપનીની ભાવિ યોજનાઓ વિશે વિગતો આપતાં કહ્યું હતું કે, “અમને દ્રઢ વિશ્વાસ છે કે ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીને ખાદ્ય ખોરાક 2022 ખાતે મુલાકાતીઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળશે.

વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડ ખાતે અમે અમારી પ્રોડક્ટ્સમાં ઉચ્ચ સ્તરીય ગુણવત્તા, શ્રેણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરીએ છીએ. અમારા કઠોર ગુણવત્તા નિયંત્રણ ધોરણો સુનિશ્ચિત કરે છે કે અમારી પ્રોડક્ટ્સ સલામતી અને સ્વાદના ઉચ્ચતમ ધોરણો પૂર્ણ કરે.”

“ગુજરાત માર્કેટમાં અમારી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરવાની સાથે-સાથે અમારી મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ટૂંક સમયમાં અમારી રિટેઇલ ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના છે. અમને વિશ્વાસ છે કે આ રાજ્યોમાં ગ્રાહકો અમારી પ્રોડક્ટ્સને અપનાવશે કારણકે અમને વર્તમાન માર્કેટ્સમાં પહેલેથી જ ખૂબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અમે ગ્રાહકો તરફથી અમારી પ્રોડક્ટ્સ માટે સકારાત્મક પ્રતિસાદની આશા રાખીએ છીએ, જેથી અમે માર્કેટમાં વધુ હિસ્સેદારી હાંસલ કરવામાં મદદ મળશે.”

આ પ્રસંગે વાત કરતાં વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડના સીઓઓ શિવાંગ મહેતાએ કહ્યું હતું કે, “ખાદ્ય ખોરાક 2022 અમારા માટે ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટની શ્રેણી રજૂ કરવાનું તથા ગુજરાત માર્કેટમાં અમારી મજબૂત ઉપસ્થિતિ હાંસલ કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે.

અમે ગુજરાતના 7 ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે અમારી 16 પ્રોડક્ટ્સ રજૂ કરતાં ઉત્સાહિત છીએ. અમને આશા છે કે આ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ અમને ગ્રાહક સુધી વધુ નજીક પહોંચવામાં મદદ કરશે. અમારી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અમારા ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા અમારી ટીમ સખત મહેનત કરી રહી છે. અમને વિશ્વાસ છે કે એક્ઝિબિશન અમને વધુ ગ્રાહકો સુધી પહોંચવા તથા આગામી મહિનાઓમાં અમારા બિઝનેસ માટે વધુ વેચાણ મેળવવા માટે અમૂલ્ય તક આપશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.