Western Times News

Gujarati News

વોર્ડવિઝાર્ડે  પ્રથમ હાઇડ્રોજન-સંચાલિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો કોન્સેપ્ટ રજૂ કર્યો

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટીનું ભવિષ્ય રજૂ કર્યું

·         આવશ્યક EV કોમ્પોનન્ટ્સ (એસેમ્બલી લાઇન, મોટર, કંટ્રોલર, બેટરી પેક, સેલ વગેરે)ની ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે EV એન્સિલરી ક્લસ્ટર મોડલ પ્રદર્શિત કર્યા

નવી દિલ્હી, દેશની અગ્રણી ઈલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરર પૈકી એક વોડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબોલિટી લિ.એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024 ખાતે તેનો પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ઈલેક્ટ્રિક ટુ વ્હિલર કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. વોર્ડવિઝાર્ડ ‘જોય ઈ-બાઈક’ બ્રાન્ડ હેઠળ ઈલેક્ટ્રિક વ્હિકલના વેચાણ કરે છે. Wardwizard Innovations & Mobility Limited previews the future of mobility at Bharat Mobility Global Expo 2024.

એડવાન્સ ટેક્નોલોજી અને ઈનોવેશન્સ સાથે તેના ઈવી મોડલ લાઈનઅપના વિસ્તરણના ઉદ્દેશ સાથે કંપનીએ હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટરનો ગ્રાઉન્ડબ્રેકિંગ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. નવા કોન્સેપ્ટ સાથે કંપનીએ તેના વર્તમાન હાઈ એન્ડ લો સ્પીડ મોડલ્સ પણ રજૂ કર્યા હતા. તેમજ તેની બ્રાન્ડ ‘Joy e-bike’ હેઠળ નવુ ઈલેક્ટ્રિક થ્રી-વ્હિલર લોન્ચ કર્યુ હતું.

કંપનીની ભાવિ યોજનાઓ અંગે માહિતી આપતાં વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ જણાવ્યુ હતું કે, “ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો જેવી પહેલો બદલ અમે સરકારના આભારી છીએ. ઉલ્લેખનીય છે, દેશનો ટકાઉ મોબિલિટી ગ્રોથ તેમજ ભવિષ્યની ઓટોમોટિવ વેલ્યૂ ચેઈનનુ પુનઃનિર્માણ કરવામાં સરકારની ભૂમિકા પાયાની છે. જોય ઈ-બાઈક ખાતે અમારી સુરક્ષિત ઈલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા તમામ માટે સરળતા અને અનુકૂળ ઈવી ઉપલબ્ધ કરાવી આપે છે.

ઈવી હવે વૈકલ્પિકના બદલે સમયની આવશ્યક જરૂરિયાત બની રહ્યું છે. અમે ઈનોવેશનને મૂળભૂત સિદ્ધાંત તરીકે અપનાવી ઈવીના ગ્રાઉન્ડબ્રેકિંગ કોન્સેપ્ટ સાથે ભવિષ્યની મોબિલિટી માટે સજ્જ છીએ. ખાસ કરીને હાઇડ્રોજન-આધારિત ફ્યુઅલ સેલ ટેક્નોલોજી સાથે ભવિષ્ય માટે પોતાને તૈયાર કર્યા છે, જે ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા તૈયાર છે. અમારી મજબૂત R&D ક્ષમતાઓ અને ટકાઉ ભવિષ્ય માટેના સમર્પણને દર્શાવતી અદ્યતન ટેક્નોલોજી લોકો સમક્ષ રજૂ કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ.”

વોર્ડવિઝાર્ડે એક્સ્પો ખાતે પોતાનો જુસ્સો વધારતાં અત્યાધુનિક હાઈડ્રોજન ફ્યુલ સેલ અને ઈલેક્ટ્રોલાઈઝર ટેક્નોલોજી રજૂ કરી હતી. કંપનીએ પોતાની ક્ષમતાઓને પ્રદર્શિત કરતાં avant-garde લીપનું અલ્ટરનેટિવ સેલ કેમેસ્ટ્રીમાં રૂપાંતર કરતી ટેક્નોલોજી ક્રાંતિકારી હાઈડ્રોજન આધારિત ફ્યુલ સેલ સંચાલિત સ્કૂટરનો પ્રોટોટાઈપ લોન્ચ કર્યો હતો. આ સ્વપ્નદ્રષ્ટા ખ્યાલ (વિઝનરી કોન્સેપ્ટ) દેશમાં ક્લિન અને અસરકારક મોબિલિટીને વેગ આપતી હાઈડ્રોજન ટેક્નોલોજીનો ઈનોવેશનની મદદથી સક્રિયપણે ઉપયોગ કરવાની વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તાજેતરમાં થયેલા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં હાઈડ્રોજન આધારિત ફ્યુલ સેલનો કોન્સેપ્ટ આગામી પેઢીના યુઝર્સની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા તરફ એક નોંધપાત્ર પગલું રજૂ કરે છે. જે એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયા બાદ યુટિલિટી વ્હિકલ્સ સહિત વિવિધ સેગમેન્ટમાં આ ટેક્નોલોજીનો અમલ થઈ શકશે.

ઉલ્લેખનીય છે, A&S પાવર સાથે કંપનીની તાજેતરની ભાગીદારી નેક્સ્ટ-જનરેશન લિ-આયન સેલ ટેક્નોલોજીને આગળ ધપાવવા અને GAJA સેલના વધારાના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ્સ સમિટ દરમિયાન અન્ય કોન્સેપ્ટ સાથે પ્રદર્શિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.