Waris Punjab De Chief Amritpal Singh:હું સરન્ડર કરવાનો નથી
નવી દિલ્હી, ખાલિસ્તાની પ્રચારક અને વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહને પંજાબ પોલીસ સતત ૧૩ દિવસથી શોધી રહી છે. અમૃતપાલ ક્યારેક દિલ્હી તો ક્યારેક હરિયાણા, ઉત્તરાખંડમાં હોવાના સમાચાર સામે આવતા રહે છે.
પરંતુ તેના ચોક્કસ લોકેશનને લઈ પોલીસને હજુ સુધી કોઈ ઈનપુટ મળ્યા નથી. આ દરમિયાન ગુરુવારે અમૃતપાલ સિંહ એક નવો વિડીયો જાહેર કર્યો હતો. જેમાં તે સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે તે સરન્ડર કરવાનો નથી. આ તેનો બીજાે વિડીયો છે. Waris Punjab De Chief Amritpal Singh: I am not going to surrender
૩૦ વર્ષીય અલગાવવાદી અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ખુદને શિખ આતંકવાદી જરનેલ સિંહ ભિંડરાવાલેનો અનુનાયી ગણાવ છે. ૧૮ માર્ચના રોજ વારિસ પંજાબ દે સંગઠનના સભ્યોની વિરુદ્ધ પોલીસની કાર્યવાહી બાદ તે ફરાર છે.
આ દરમિયાન અકાલ તખ્તના જત્થેદારે ભાગેડૂ અમૃતપાલ સિંહને પોલીસ સામે સરન્ડર કરવા માટે અને તપાસમાં સહયોગ આપવા માટે કહ્યું હતું. ગયા અઠવાડિયે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસને ઠપકો આપતા કહ્યું હતું કે, અમૃતપાલ સિંહ તેમને વારંવાર કેવી રીતે છેતરી શકે છે. હાઈકોર્ટ આને ગુપ્ત નિષ્ફળતા ગણાવતા પંજાબ સરકારને પૂછ્યું હતું કે, તમારી પાસે ૮૦ હજાર પોલીસકર્મીઓ છે.
તેઓ શું કરી રહ્યા હતા. અમૃતપાલ સિંહ કેવી રીતે બચીને નીકળી ગયો. પંજાબ સરકારે મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેઓ અમૃતપાલ સિંહને પકડવાની નજીક છે.
સોશિયલ મીડિયા પર સોમવારે અમૃતપાલ સિંહની તેના ખાસ સહયોગી પાપલપ્રીત સિંહની સાથે એક નવી તસવીર સામે આવી તી. અધિકારીઓ કહ્યું કે, કટ્ટરપંથી શિખ ઉપદેશક વિરુદ્ધ પોલીસ અભિયાન શરુ થયાના એક દિવસ બાદ આ તસવીર લેવામાં આવી હતી.
જેમાં તે ડેનિમ જેકેટ અને બ્લેક ચશ્મામાં નજરે પડ્યો હતો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અધિકારીઓના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંહ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને વિદેશોમાં સ્થિત કેટલાંક આતંકવાદી સમૂહોની સાથે ખાસ સંબંધ ધરાવે છે. અમૃતપાલ સિંહ યૂકે સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અવતાર સિંહ ખાંડાની નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમૃતપાલના સ્ટેટસ માટે ખાંડાને મોટુ કારણ માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ, અમૃતપાલ કથિત રીતે નશામુક્તિ કેન્દ્રોથી યુવાઓને એક ખાનગી મિલિશિયા બનાવી રહ્યો હતો. જેનો ઉપયોગ હિંસક વિરોધ પ્રદર્શનો માટે કરવામાં આવી રહ્યો હતો.SS1MS