વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સુરત એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૯ અને ૩૦મી સપ્ટેમ્બરની બે દિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે.
વડાપ્રધાનશ્રી આજે સુરત આવી પહોચ્યા, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, પોલીસ કમિશનર શ્રી અજય તોમર, મ્યુનિસીપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિત વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.