Western Times News

Gujarati News

યુએસ જશો નહીં, અટકાયત થઈ જશે યુરોપના દેશોની નાગરિકોને ચેતવણી

બર્લિન, અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમીગ્રેશનના કાયદા કડક બનાવતાં યુકે અને જર્મની જેવા યૂરોપના અનેક દેશોએ ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરી છે અને ચેતવણી આપી છે કે માન્ય વિઝા કે ઇસએટીએના ઓથોરાઇઝેશનનો મતલબ નથી કે તે દેશમાં તમારા પ્રવેશની ગેરંટી નથી. અટકાયત થઇ શકે છે.

જર્મનીના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકાના વિઝા મળ્યા હોય તેવા લોકો ઈલેક્ટ્રોનિક સીસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશન થકી મંજૂરી લઈ અમેરિકામાં પ્રવેશ કરતા હોય છે.

ઈલેક્ટ્રોનિક સીસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશનની મંજૂરી લેવાથી પ્રવેશ કરવાનો અધિકાર મળી હોવાનું નકારીને અમેરિકામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન યુરોપીયન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

અમેરિકામાં પ્રવેશ સમયે બે જર્મન નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાંથી એક પાસે તો ગ્રીન કાર્ડ હોવા છતાં ઈલેક્ટ્રોનિક સીસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશનમાંથી મળેલી મંજૂરીને અપર્યાપ્ત ગણાવી અમેરિકાએ અટકાયતી પગલાં લીધા હતા.

બાદમાં બંને જર્મન નાગરિકને મુક્ત કરાયા હતા, પરંતુ આ ઘટનાથી રોષે ભરાયેલા જર્મનીએ પોતાના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ ટાળવા જણાવ્યું છે. યુરોપના દેશમાં વધી રહેલા ફફડાટ છતાં અમેરિકાનું વલણ અડગ રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાયલે સ્પષ્ટતા કરી છે કે, કાયદાનો ભંગ કરનાર વ્યક્તિની અટકાયત થઈ શકે છે. ત્રણ અઠવાડિયા અગાઉ અમેરિકાની સરહદે બ્રિટિશ નાગરિકોની અટકાયત થઈ હતી અને બ્રિટનના વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ તેમનો છૂટકારો થયો હતો.

ફિનલેન્ડે શુક્રવારે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે, માન્ય ટ્રાવેલ દસ્તાવેજો હોવા છતાં અમેરિકાની હાલની પોલિસી હેઠળ પ્રવેશ કરવાનો અધિકાર સુનિશ્ચિત થતો નથી.

કેનેડાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યુ હતું.ફિનલેન્ડ અને ડેન્માર્કે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ ગાઈડલાઈન્સ અપડેટ કરી છે. તેમાં જણાવ્યા મુજબ, અમેરિકાના મહત્ત્વના શહેરોમાં મોટા સંમેલન કે મેળાવડા થઈ રહ્યા હોય ત્યારે ખાસ સાચવવું જોઈએ. રાજકીય દેખાવો દરમિયાન મોટા પાયે હિંસા ફાટી નીકળવાની દહેશત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.