નાસતા ફરતાં આરોપી સામે વોરંટની બજવણી કરવા ફરમાન જારી કરવામાં આવ્યું
અમદાવાદ શહેરના ઝોન – ૬ના નાયબ પોલીસ કમિશનરશ્રીની અખબારી યાદી અનુસાર આરોપી અરવિંદ સ/ઓ શ્યામદેવ યાદવ રહેવાસી, મ.નં. ૭૩, હનુમાનનગર, તુલશીકુંજ સોસાયટીની સામે, બચુભાઈનો કુવો, વટવા અમદાવાદ શહેર મુળ વતન- ગામ-જમાલપુર, પોસ્ટ-કટધારા બંસી બજાર,
થાના તા.સિકંદરપુર જી.બલીયા, રાજ્ય-ઉતરપ્રદેશ વિરુધ્ધ કેસ ચાલવા ઉપર છે. જેની ઉપર વટવા પોલીસ સ્ટેશનમાં ફ.ગુના.ર.નં.૨૩/૨૦૧૫ તા.૦૨/૦૯/૨૦૧૫ થી ઈપીકો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોસ્કો એક્ટની કલમ ૩(૧) તથા ૪ અને ૫ હેઠળ ગુનો નોંધાયેલ છે. અને આ કામનો આરોપી ઘણા સમયથી મુદતે નામદાર કોર્ટ સમક્ષ રહેતા નથી.
અને નાસતા ફરે છે. (અથવા તો સદર ગિરફ્તારી વોરંટની બજણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.) જેથી નામદાર સેશન કોર્ટ દ્વારા ફરી મુદ્દત તા.૨૬/૦૭/૨૦૨૨ નિમાઈ આવેલ છે.
આથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી, વટવા પો.સ્ટે. નાઓએ મ.પો.કમિ. શ્રી, “જે” ડીવીઝન, અમદાવાદ શહેરનો મારફતે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.