કેપ્ટનશિપ છીનવાઈ જતા રવિન્દ્ર જાડેજા ગુસ્સે હતો?
નવી દિલ્હી, ગત વર્ષ ૨૦૨૨નું આઇપીએલ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારું રહ્યું ન હતું. તેને ઘણી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનમાં એવી અફવા હતી કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી ૈંઁન્ સિઝન હશે. તેને જાેતા આઈપીએલ શરૂ થાય તે પહેલા જ ધોની પાસેથી કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી. પરંતુ તેના ખરાબ પ્રદર્શનને કારણે ટીમને ભારે નુકસાન થયું હતું.
આ પછી જાડેજાને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે જાડેજાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે તેણે સોશિયલ મીડિયા પરથી ચેન્નાઈ સુપર કિંગ્સ સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ પછી લાગતું હતું કે તે ખૂબ જ ગુસ્સામાં છે.
સોશિયલ મીડિયા પર ચાહકોએ જાડેજા પાસે આ તમામ સવાલોના જવાબ પણ પૂછવાનું શરૂ કરી દીધું હતું. હવે ખબર પડી છે કે ગયા વર્ષે જાડેજા શા માટે નિરાશ થયો હતો. એક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે રવિન્દ્ર જાડેજા ૨ વસ્તુઓથી ગુસ્સે ભરાયો હતો.
પહેલું એ છે કે આઈપીએલની વચ્ચે જાડેજાને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. બીજું સમગ્ર સિઝન દરમિયાન તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ગત સિઝનમાં તે ઈજાગ્રસ્ત હોવાનું કહીને પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
જાે કે હવે જાડેજા ચેન્નાઈ માટે જ રમવાનું ચાલુ રાખશે. તેણે ઘણા વર્ષોથી પીળી જર્સીનું પ્રતિનિધિત્વ કર્યું છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ તેના આઇપીએલ કરિયરમાં અત્યાર સુધી ૨૧૦ મેચો રમી છે. આ દરમિયાન તેણે ૨૫૦૨ રન બનાવ્યા હતા.
તેનો સર્વોચ્ચ સ્કોર ૬૨ રહ્યો છે. તેણે બે અડધી સદી ફટકારી છે. બોલિંગની વાત કરીએ તો જાડેજાએ ૨૧૦ મેચમાં કુલ ૧૩૨ વિકેટ લીધી છે. તેણે માત્ર એક જ વાર ૫ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું.SS1MS