વેસ્ટ મટીરીયલનું ગોડાઉન આગમાં સંપૂર્ણ બળીને ખાખ
સુરતના પીપોદરા ખાતે વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં નાસભાગ
સુરત, સુરત જિલ્લાના પીપોદરા ખાતે આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ભીષણ બની જતા આસપાસના વિસ્તારોમાં નાશભાગ મચી જવા પામી હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા કામરેજ તેમજ અલગ કંપનીના ફાયર ફાયટરો ઘટના સ્સ્થળે પહોચ્યા હતા અને આગને કન્ટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માંગરોળ પીપોદરા ખાતે પુઠ્ઠા,બોબીન,ધાગા સહીત વેસ્ટેજનો ગોડાઉન આવેલ છે.આજે વહેલી સવારે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી.પુઠ્ઠા તેમજ બોબીનનો જથ્થો હોવાને કારણે આગ ઝડપતી પ્રસરવા લાગી હતી જોત જોતામાં ભીષણ બની દૂર દૂર સુધી આગની જવાળાઓ અને ઘૂમાડો દેખાવવા લાગતા આસપાસમાં અફરાતફરી અને ભય ફેલાયો હતો.
ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયદ હાથ ધરી હતી.ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે બે કલાકથી પણ વધુ સમય આગને કન્ટ્રોલમાં કરતા લાગ્યો હતો.આગને કારણે આખું વેસ્ટેજ માલ તેમજ ગોડાઉન બળી ગયો હતો જોકે નજીકમાં આવેલી એક કંપનીમાં બચાવી લેવાંમાં આવી હતી.આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવા નહીં મળ્યું હતું.