નકલી પોલિસ ભટકાઈ જાય તેનું ધ્યાન રાખજો! અમદાવાદમાં નકલી પોલીસનો આતંક
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નકલી પોલીસ બનીને ધમકી આપવાની ફરિયાદ કરી છે.
(એજન્સી)અમદાવાદ, તું ખોટાં કામ કરે છે તને કેસમાં ફીટ કરી દઈશું તેમ કહીને બે શખ્સોએ પોલીસની ઓળખ આપીને યચુવક પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક બાથરૂમ કરવા માટે ગતપુર વિસ્તારમાં આવેલી ઝાડીમાં જઈને આવ્યો ત્યારે બંને શખ્સોએ તેને રોક્યો હતો અને પોલીસ તરીકેની ઓળખ આપી હતી.
બંને શખ્સે કેસ નહીં કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી.જેથી યુવક માની ગયો હતો અને તેમને એટીએમ પાસે પણ લઈ ગયો હતો. એટીએમ મશીનમાંથી રૂપિયા વિડ્રોલ ન થતાં યુવક બહાર આવ્યો હતો જો કે યુવકને તે સમયે શંકા થતાં બંને શખ્સ પાસેથી પોલીસ હોવેનું આઈકાર્ડ માંગ્યું હતું. આઈકાર્ડ માંગતાની સાથે જ બંને શખ્સ યુવકને ધક્કો મારીને નાસી ગયા હતા.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા અંબિકાનગરમાં રહેતા રાજકુમાર બેતાણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નકલી પોલીસ બનીને ધમકી આપવાની ફરિયાદ કરી છે. રાજકુમાર ખેતાણી બોપલ સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલની પાસે નંદિ પંચમ નામની દીવા બનાવવાની ઓફિસમાં નોકરી કરે છે. રાજકુમારનો ઓફઇસનો સમય સવારના દસથી સાંજના સાત વાગ્યા સુધી છે.
ગઈકાલે રાજકુમાર રાબેતા મુજબ એક્ટિવા લઈને પોતાની નોકરી પર ગયો હતો. નોકરી પૂરી કરીને રાજકુમાર પોતાના ઘર તરફ જતો હતો ત્યારે બાથરૂમ કરવા માટે તે જગતપુર પાસે ઉભો રહ્યો હતો. જગતપુર રોડ પર આવેલી ઝાડીમાં રાજકુમાર બાથરૂમ કરીને પરત એક્ટિવા લઈને ઘરે જતો હતો ત્યારે ટુ વ્હિલર પર બે યુવક આવ્યા હતા.
બંને યુવકે ઈશારો કરીને રાજકુમારનું એક્ટિવા ઉભું રાખવા માટે કહ્યું હતું. રાજકુમારે પોતાનું વાહન ઉભું રાખ્યું હતું. જેમાં બંને શખ્સે પોતાની ઓળખ પોલીસ કર્મચારી હોવાની આપી હતી. બંને શખ્સે રાજકુમારને કહ્યું હતું કે તું ખોટું કામ કરવા માટે આવ્યો છે તેને કેસમાં ફીટ કરી દઈશું. બંને શખ્સની ધમકીથી રાજકુમાર ગભરાઈ ગયો હતો. રાજકુમાર કંઈ બોલે તે પહેલાં બંને શખ્સોએ તેનાં ખિસાં ચેક કર્યા હતાં.
પરંતુ કંઈ મળ્યું નહીં. બંને શખ્સે કેસ ન કરવાના બદલામાં તેની પાસે પૈસાની માંગણી કરીને પતાવટ માટેની વાત કરી હતી. રાજકુમાર પાસે ડેપિટ કાર્ડ હોવાથી બંને શખ્સો તેને એટીએણ મશીન પાસે લઈ ગયા હતા. રાજકુમાર રૂપિયા ઉપાડવા માટે એટીએમ મશીનમાં ગયો પરંતુ રૂપિયા ન નીકળતાં તે બહારથી આવીને બંને શખ્સને કહેવા લાગ્યો હતો.
બંને શખ્સ એક બીજા સાથે વાત કરતાં હોવાથી રાજકુમારને શંકા ગઈ હતી. રાજકુમાર બંને શખ્સ પાસે પોલીસ હોવાનું આઈકાર્ડ માંગ્યું હતું. આઈકાર્ડ માંગતાની સાથે જ બંને શખ્સ રાજકુમારને ધક્કો મારીને પોતાનું વહન લઈને નાસી ગયા હતા. રાજકુમાર તેના ઘરે નાસી ગયા હતા.
રાજકુમાર તેના ઘરે આપ્યો હતો બાદમાં તેના આખી હકીકત કહી હતી. રાજકુમાર અને તેનો ભાઈ મોડી રાતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ચાંદખેડા પોલીસે રાજકુમારની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે જગતપુર વિસ્તારમાં આવેલી ઝાડીમાં કેટીક પરપ્રાંતીય યુવતીઓ દેહવ્યાપારનો ધંધો કરે છે. દેહવ્યાપારના ધંધા માટે જગતપુરની ઝાડીઓ પંકાયેલી છે. રાજકુમાર બાથરૂમ કરવા માટે ત્યાં ઉભો રહ્યો અને બે શખ્સોએ તેનો તોડ કરવાનું વિચારી લીધું હતું.