મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તબાહી
(એજન્સી)મુંબઈ,સમગ્ર દેશમાં વરસાદ અનરાધાર ખાબકી રહ્યો છે.. ભારે વરસાદના કારણે દેશના કેટલાય રાજ્યોમાં તબાહીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ તો, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. એટલું જ નહીં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં જળનું સામ્રાજ્ય છવાયું છે. મુંબઈ, નાગપુર, થાણે સહિતના શહેરોમાં અતિશય વરસાદના કારણે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરની આ સ્થિતિ છે. મુંબઈ શહેરમાં અવિરત રીતે વરસતો વરસાદ હવે શહેરીજનો માટે આફત લઈને આવ્યો છે.. સતત ૫ દિવસથી વરસતા વરસાદના કારણે મુંબઈની રફ્તાર થંભી ગઈ છે. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા ઉત્પન્ન થઈ છે.
આ બધા વચ્ચે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાના કારણે ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ૩ લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદના કારણે જર્જરિત ઈમારતનો આગળનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. ઈમારત તૂટવાની માહિતી મળતાં જ રેસ્ક્યૂ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવ ગુમાવ્યો છે.
Issuing High Alert for Mumbai…Very Heavy Rain is expected in Mumbai,#MumbaiRains pic.twitter.com/SElEMNmBl1
— Kedar (@shintre_kedar) July 22, 2024
મુંબઈ બાદ હવે જરા નવી મુંબઈના દ્રશ્યો પર નજર કરીએ. મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. મોડી રાતથી વરસેલા વરસાદના કારણે નવી મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..
ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન પણ પ્રભાવિત થઈ હતી.. મળતી માહિતી પ્રમાણે નવી મુંબઈમાં ૭૮ એમએમ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જ જોવા મળતું હતું.