વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે.સતત વધી રહેલા દર્દીને કારણે સ્થિતિ વિકટ બની છે.સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યાં છે.એક બેડમાં બે-બે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યાં છે.
૩૦ બેડ ધરાવતી હોસ્પિટલમાં ૬૨ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં ભરશિાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે રોગચાળો વકર્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે.સતત વધી રહેલા દર્દીને કારણે સ્થિતિ વિકટ બની છે.સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યાં છે.
એક બેડમાં બે-બે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યાં છે.૩૦ બેડ ધરાવતી હોસ્પિટલમાં ૬૨ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.એટલું જ નહીં દર્દીઓની સંખ્યા વધવાને કારણે કોવિડ વોર્ડમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.જાે હજી પણ પાણીજન્ય રોગચાળાના કેસ વધશે તો દર્દીઓને સારવાર વિના તડફવાનો વારો આવે તો નવાઈ નહીં.