Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા ૧૧ દિવસમાં હોસ્પિટલો ઉભરાઈ
અમદાવાદ, અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો જાેવા મળી રહયો છે. ૧૧ ફેબુ્આરી સુધીમાં ઝાડા ઉલટીના ૧૪૭ તથા ટાઈફોઈડના ૯૮ કેસ નોંધાયા હતા.પાણીના નવ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.
Water borne epidemic in Ahmedabad
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદમાં વધારો થવાની સાથે પાણીજન્ય રોગના કેસમાં નોંધપાત્ર વધારો થયેલો જાેવા મળ્યો છે.
ઝાડા ઉલટી તથા ટાઈફોઈડના કેસની સાથે ૧૧ ફેબુ્આરી સુધીમા કમળાના ૫૬ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો.મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના આઠ અને મેલેરિયાનો એક કેસ ૧૧ ફેબુ્આરી સુધીમાં નોંધાયો હતો.
ફેબુ્આરીમાં ડેન્ગ્યૂ માટે ૮૪૭ સીરમ સેમ્પલ અત્યારસુધીમાં લેવામાં આવ્યા છે.આ વર્ષે અત્યાર સુધીમાં સીઝનલ ફલૂના કુલ ૩૨ કેસ નોંધાયા છે.ગરમીની શરુઆત થવાની સાથે જ હેલ્થ વિભાગને દરેક ઝોનમાં આવેલા ખાણી-પીણીના એકમોમાં સઘન તપાસ કરવા સુચના આપવામાં આવી છે.
ફેબુ્આરી માસમાં અત્યારસુધીમાં મ્યુનિ.ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ખાદ્યચીજાેના કુલ ૭૦ શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.HS1MS