Western Times News

Gujarati News

361 કરોડનાં ખર્ચે પાણી- ગટર અને સ્ટોર્મ વોટરની લાઈન માટેના કામો હાથ ધરાશે

પ્રતિકાત્મક

રાંધેજા, પેથાપુર, કોલવડા, નભોઈ, સરગાસણ સહિતના ૧પ ટીપી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે

ગાંધીનગર, ગાંધીનગરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો પૈકી મુખ્યત્વે ટીપી વિસ્તારોને અનુલક્ષી પાણીની અને ગટરની તેમજ સ્ટોર્મ વોટર લાઈન નાંખવા ઉપરાંતના આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરવા કોર્પોરેશન દ્વારા રૂ.૩૬૧.૩૪ કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા સમાવિષ્ટ વિવિધ ૧પ વિસ્તારોમાં કામ હાથ ધરવામાં આવશે. જેને અનુલક્ષી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાસ કિસ્સામાં ગ્રાન્ટ ગુજરાત શહેરી વિકાસ મિશનને દરખાસ્ત કરવામં આવશે.

ગાંધીનગરના નવ વિકસિત અને ટીપી વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વોટરની કામગીરી હાથ ધરાઈ છે. આ વિસ્તારોના વિકાસને સામાંત અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જે મુજબ નભોઈ, રાંધેજા, કોલવડા, પેથાપુર, સરગાસણ સહિતના વિવિધ ૧પ જેટલા ટીપી વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુડા બાદ હવે કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાકીની ગટર લાઈન અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે ૩૦ કરોડના ખર્ચે કરવામાં આવશે. જયારે કોલવડામાં પણ રર કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરાશે. શહેરના સીકટરો અને પેરીફેરીના ૭ ગામોમાં સ્ટોર્મ વોટર લાઈન નાંખવાની કામગીરી રૂ.૧ર.૭૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

જયારે ટીપી ર૯માં ગટર લાઈન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ રૂ.રર.૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જયારે રાંધેજા ટીપી-ર૪ ખાતે ૪૦ કરોડના ખર્ચે સુએજ પમ્પીંગ સ્ટેશન અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી કરવામાં આવશે. ૧૮ કરોડના ખર્ચે પેથાપુર ખાતેના ૧પ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી થર્મલ પાવર સ્ટેશન સુધી ટ્રીટેડ વોટર પહોંચાડવા માટે ટ્રીટેડ વોટર રાઈઝીંગ મેઈન નાખવામાં આવશે.

કોબા, રાયસણ અને રાંદેસણમાં ટીપી-૧,ર,૧૮,ર૦ અને ર૧ ખાતે ૬૮ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈનનું કામ હાથ ધરાશે, જયારે ટીપી ૮૦, ર૩૮ અને ર૩૯માં પણ સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી માટે રૂ.રપ.૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.