વર્ષોથી ટેક્સ નહીં ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહીઃ પાણીનું જોડાણ કપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/Water-Connection.webp)
પ્રતિકાત્મક
મોડાસા ન.પા. દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ
મોડાસા, મોડાસા નગરપાલિકાએ પ્રમુખ રિજનભાઈ શેઠની રાહબરી હેઠળ ચાલુ વર્ષ ર૦ર૪-રપના મિલકત સહિતના વેરા વસુલાતની સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે જેમાં ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ એ પુરો સાથ સહકાર આપેલ હોય
મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલની સુચનાથી વેરા વસુલાત અધિકારી કુંજનભાઈ પટેલ (ચૌધરી)એ પોતાની ટીમ સાથે વેરા વસુલાતની કડક કામગીરી હાથ ધરી છે. તા.૩૧ માર્ચ- રપ સુધીમાં નકકી કરેલ ૮પ ટકા ઉપરાંતની વેરા વસુલાતના લક્ષ્યાંકનો નિર્ધાર કરી લક્ષ્યાંક પાર પાડવાનો છે. આ વેરા વસુલાતની કામગીરીને વિપક્ષના નેતા ગુલામ હુસેન ખાલકએ આવકાર આપ્યો છે.
આ વેરા વસુલાત કામગીરીના છેલ્લા ૧૦ દિવસમાં નગરપાલિકા દ્વારા ૭ બાકીદાર મિલકતધારકોની મિલકતોનું સીલ કરાયું હતું જયારે ૧ર બાકીદારોની મિલકતમાં આપેલ પાણી જોડાણ નળ કનેકશન કાપી કટ કરી નાખ્યા હતા.
નગરપાલિકા હદ વિસ્તારમાં મિલકત ધરાવતા અને વર્ષોથી પાલિકાનો ટેક્ષ નહીં ભરતા રીઢા બાકીદાર ૧૦ પ્લોટ ધારકો ખુલ્લા પ્લોટો કર બોજો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ રીઢા બાકીદારોના નામ જાહેર હો‹ડગ્સથી કે જરૂર જણાયે દૈનિક પેપરોમાં જાહેરાત આપી પ્રસિધ્ધ કરવામાં આવનાર હોવાનું પાલિકાના વહીવટકર્તાઓએ જણાવ્યું હતું.
મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ૭પ૦૦ ખુલ્લા પ્લોટ સહિતની કુલ આશરે ૩૦ હજાર મિલકતો સામે પાલિકા દ્વારા વાર્ષિક વેરો વસુલવામાં આવે છે. જોકે આવા ખુલ્લા પૈકી પપ૦૦ પ્લોટના ધારકો વર્ષોથી પાલિકાનો વેરો ભરતા ન હોઈ આ વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહીને પગલે આવી મિલકતો ઉપર બોજો પાડવાની કાર્યવાહી સુધીના પગલા હાથ ધરાયા છે ત્યારે વર્ષ ર૦ર૪-રપના વર્ષ કુલ રૂ.૧૧ કરોડનું માંગણુ વસુલવા વિભાગ દ્વારા જુદી જુદી ટીમો રચી કામગીરી હાથ ધરાઈ છે.
મોડાસા નગરપાલિકાનો વેરો વર્ષોથી નહીં ભરતા રીઢા એવા બાકીદારો સામે કડક કાર્યવાહીના પગલે ચાલુ વર્ષે ર૦ બાકીદારોની મિલકતો સીલ કરાઈ છે, જયારે ૩ર બાકીદારોના નળ કનેકશન કાપી નાખ્યા છે ચાલુ વર્ષે કુલ રૂ. ૬ કરોડના માંગણા સામે અત્યાર સુધીમાં ૭૬ ટકા વસુલાત અંકે કરાઈ છે. બાકીદારોને પાલિકાની કોઈ સુવિધાઓ આપવામાં આવશે નહી.