સૌરાષ્ટ્ર યુનિ.માં બોયસ હોસ્ટેલમાં ૩ દિવસથી પાણી ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

પ્રતિકાત્મક
પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, એવા સમયે જ પાણીની સમસ્યા સર્જાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે
રાજકોટ, વિવાદોનો પર્યાય બની ચૂકેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે યુનિવર્સિટીના પટાંગણમાં આવેલી બોયસ હોસ્ટેલમાં છેલ્લા ત્રણ દિવસ થયા પાણી ન આવતા વિદ્યાર્થીઓ રોસે ભરાયા હતા હોસ્ટેલની બહાર વિરોધ કરાયો હતો. ગઈકાલે પણ રાત ભર વિદ્યાર્થીઓ કુલપતિના ઘર બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ૪ઃ૦૦ વાગ્યા સુધી ફુલ પતિના ઘર બહાર વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રણ બોઇસ હોસ્ટેલમાં ૨૫૦ થી પણ વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, પાણી ન આવતા તેમને નાવા પીવાના પાણીમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં સુવિધા નો અભાવ હોવાની પણ વાત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત તેમજ બહારના રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે એક બાજુ પરીક્ષા શરૂ થયા જઈ રહી છે. એવા સમયે જ પાણીની સમસ્યા સર્જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૩ બૉયઝ હોસ્ટેલમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. એક તરફ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, એવા સમયે જ પાણીની સમસ્યા સર્જાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે.