વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણીના ભાગરૂપે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસે આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે.ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય બન્યો છે.હવેના સમયમાં જાે ચકલીને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠય પુસ્તકોમાં ચકલી જાેવા મળે તો નવાઈ નહિ.
પહેલા ચકલીઓ ઘર નળિયા તથા છાપરા, દિવાલ ઘડીયાલ અને ફોટાઓ પાછળ પણ માળા બાંધતી હતી.હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી.ચકલીઓનો ચીં..ચીં..અવાજ પણ હવે ઓછો સંભળાય છે.હવે ચકલી લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે.ત્યારે હવે ચકલી ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.જેના ભાગરૂપે લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચવવા ભરૂચ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી મંડળ દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ચકલીઓને પાણી પીવડવવા માટેના કુંડાનું વિતરણ કરી લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન રંજન બેન ગોહિલ,પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ અને મહેન્દ્રભાઈ કંસારા તેમજ મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.