સંતરામપુરમાં ચોમાસામાં પણ પાણીની ખેંચઃ ડહોળા પાણીથી નગરજનો પરેશાન

પ્રતિકાત્મક
(પ્રતિનિધી)સંતરામપુર, હાલ ચોમાસા ની સીઝન છે ને વરસાદ વરસતાં ધરતીપુત્રો માં ખુશાલી જાેવા મળે છે. ને કડાણા ડેમમાં પાણીની સપાટી માં વધારો થતો જાેવા મળે છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તાર માં નગરજનોને વોટરવર્કસ યોજના હેઠળ નગરને જે પાણીપુરવઠો અપાય છે તે આજે પણ રોજેરોજ નગરપાલિકા દવારા નહીં અપાતાં ચોમાસામાં પણ નગરજનો પાણી નો ત્રાસ ભોગવી રહ્યા છે. આજે પણ નગરમાં પાણી ની ખેંચ જાેવા મળે છે ને પાણી એકાંતરે દિવસે અપાય છે.
વોટરવર્કસ યોજના હેઠળ નગરને જે પાણીપુરવઠો અપાય છે તે હાલ ડોહળુ ને કંઈક અંશે દુઁગંધ મારતું હોવાનુ જાેવાં મળે છે. પાણી પુરવઠા યોજના હેઠળ અપાતું પાણી ફીલટેરેશન કરેલું ને ચોખ્ખું અપાય તે નગરજનો ના આરોગ્ય ના હીત માં છે.
સંતરામપુર નગરપાલિકા નો વહીવટ કથળેલ જાેવા મળે છે. ને આ નગરપાલિકા માં હું બાવો ને મંગળદાસ નો વહીવટ હોઈ ને નગરપાલિકા ના ચીફઓફીસર મુક પ્રેક્ષક બની ને અમુક વયકતિ ના ઈશારે કામ કરતાં હોવાનું નગરપાલિકા ના સભ્યો માં ચચાઁતું જાેવાં મળે છે. નગરપાલિકા ના ચુંટાયેલા પ્રજા ના પ્રતિનિધિઓ એવા કોર્પોરેટરો ને વિકાસ ના કામો માં નહીં પરંતુ કેટલી ગાનટ્ આવેલ છે તેમાં જ રસ હોય તે મ જાેવાયછે.
નગરપાલિકા સંતરામપુર ના ચીફઓફીસર પણ વિકાસ ના કામો કેવા થાયછે કામો વ્યવસ્થિત રીતે કરાય ને ટકાઉ ને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નું કામ થયેલું છે કે કેમ તેની ચકાસણી કરાય તેની પણ કાળજી ને ચકાસણી કરતા હોય તેમ જણાતું નથી.
નગરપાલિકા સંતરામપુર ના ચીફઓફીસર તેમની ફરજ નિષપક્ષ ને તટસ્થ રીતે નગરપાલિકા અધિનિયમ ની જાેગવાઈઓ મુજબ કાયદાના અંદર રહીને બજાવે તે જરુરી છે.
ચીફઓફિસર કોઈ ના દબાણ ને વશ થયા વગર ને રાજકીય દબાણ ને વશ થયા વગર પોતાની ફરજ ને કામગીરી નગર ને નગરજનો ના હીતમાં બજાવે એમ નગરજનો ઈચ્છી રહેલ છે.