Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં વોટર રિસોર્સ મેનેજમેન્ટ સેલ શરૂ થશે

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણી ડેનેજ/ સ્ટ્રોમ વોટર લાઈન અંગે નવું નેટવર્ક કરવું, સુધારા વધારા કરવા તેમજ અન્ય પાણી તથા ગટરને લગતી કામગીરી અંગે એક સુત્રતા જળવાય તથા કરવામાં

આવનાર કામગીરીથી શહેરીજનોને વધુમાં વધુ લાભ થઈ શકે તે હેતુથી પાણી તથા ડ્રેનેજ લાઈનના કામો અંગેની મુખ્ય દરખાસ્તો/અંદાજ સક્ષમ સત્તાની મંજુરી અર્થે તેમજ નેટવર્કમાં કરવાના થતા ફેરફાર, જોડાણ વિગેર સિવિલ, નેટવર્ક તથા ઇલે.મીકે ની સમગ્ર કામગીરી માટે જરુરી ટેકનીકલી ચકાસણી માટે અમદાવાદ મહાનગર પાલિકામાં દ્વારા વોટર રીસોર્સ મેનેજમેન્ટ પ્લાનીંગ સેલ શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ વોટર મેનેજમેન્ટ સેલમાં જી.આઈ.એસ. મેપ તૈયાર કરવા માટે માટે ઈજનેર ખાતામાં એડીશનલ સીટી ઈજનેરની એક જગ્યા તેમજ ડેપ્યુટી સીટી ઈજનેર અને આસી સીટી ઈજનેરની લાઈટ અને ઈજનેર ખાતામાં એક એક જગ્યા તથા આસી ઈજનેર અને ટેકનીકલ સુપરવાઈઝરની બે બે જગ્યા લાઈટ અને ઈજનેર ખાતાના શીડ્‌યુલમાં ઉધાડવામાં આવેલ છે.

તેમજ ૦૪ જગ્યા હાઈડ્રોલીક એન્જીનીયરની ઉઘાડવા મંજૂરી આપવામાં આવેલ છે. વોટર રીસોર્સ મેનેજમેન્ટ પ્લાનીંગ સેલ દ્વારા સૌ પ્રથમ સમગ્ર ડેટા એકત્રીકરણ કરવાની કામગીરી કરવા ઝોન વાઇઝ વોટર તથા ડ્રેનેજ એક્સપર્ટ (કન્સલ્ટન્ટ) ની નિમણૂક કરવામાં આવશે.

વોટર રિસોર્સ મેનેજમેન્ટ સેલ ના કાર્યક્ષેત્રમાં હયાત પાણી તથા ગટરના નેટવર્કના ડેટા એકત્ર કરી જી.આઈ.એસ. ડેટા બેઝ તૈયાર કરવો સુંદર ડેટામાં લાઈનો ડાયામીટર, લંબાઈ, મશીનસોલ, વાલ્વ વિગેરેની વિગતો તથા નાંખવામાં આવેલ વર્ષ વિગેરે વિગતોનો સમાવેશ તેમજ તમામ મશીન હોલ તથા વાલ્વ વિગરે શોષવા માટે અલગથી ટેન્ડર કરી તમામ ડેટા જી.આઈ.એસ. માં કરવામાં આવશે.

આ સેલ દ્વારા ડેટા બેઝ, જી આઈ.એસ. મેપ તૈયાર કરવા ઝોન વાઈઝ એજન્સીઓ એપ. પેનલ કરવી,પાણી તથા ગટરના કામો માટે માસ્ટર પ્લાન તથા બ્લ્યુ પ્રીન્ટ બનાવવો તથા તે આધારીત કામો કરવા, પાણી તથા ગટરના જે કામો કરવાના થાય તેના એ.આર.સી.ટેન્ડર/એબસ્ટ્રેકર વિગેરે તૈયાર કરવાની કામગીરી પણ સેલ ઘ્‌વારા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.